જુના જનસંઘના દાદા એવા ભાજપના ભીષ્મપિતામહ અને જેલવાસનાં જુના જાેગી, મહેશદાદા…
અમદાવાદનો અસારવા એવો મેઘાણીનગર વિસ્તારમાં મહેશ દાદાનું નામ લો એટલે ઘર સુધી લોકો મૂકીને આવે, છેલ્લું બસ સ્ટેન્ડ એ તેમનો રોજનો વિસામો કહી શકાય, ત્યારે ચડ્ડી પહેરતા શીખ્યા ત્યારથી જનસંઘમાં જાેડાયેલા હતા, પોતે વાતો કરતા જણાવતા હતા કે, કટોકટી કાળમાં અમને અમદાવાદ, વડોદરા, અને સુરતની જેલોમાં નાખ્યા હતા, ત્યારે કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા થી લઈને દત્તાજી બધા જેલોમાં બંધ હતા, મિશા હેઠળ કાયદામાં મને છેલ્લા બસ સ્ટેન્ડ મેઘાણીનગરથી પોલીસે ઉઠાવ્યો હતો, ત્યારે પબ્લિકના ટોળેટોળા પોલીસ લેવા આવી ત્યારે પોલીસ સાથે પબ્લિકે ઘર્ષણ કર્યું હતું, આજે ભાજપનો સ્થાપના દિવસ છે, ત્યારે અમે જે વાવેલું તેના ફળ આજની અને આવનારી પેઢી ખાશે,
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૦ વર્ષમાં જે કામ કર્યું છે તે સરાહનીય છે, બાકી વિદેશમાં જનારા ભારતીય એવા કેનેડા, અમેરિકા, જે લાખો ખર્ચીને જઈ રહ્યા છે, તે લોકોને પાછું આવવું પડશે, આવનારા દિવસોમાં ભારત ફલક ઉપર હશે, દિધદ્રષ્ટા નરેન્દ્ર મોદી આપણને ૭૦ વર્ષમાં એક મજબૂત નેતા મળ્યા છે, જે ૭૦ વર્ષમાં જે પ્રગતિ નથી થઈ તે પ્રગતિ ૧૦ વર્ષમાં જાેવા મળી છે, અમે પાર્ટીને સીચી અને પાર્ટી આજે દેશમાં સૌથી મોટી લાર્જેસ્ટ પાર્ટી બની તે કાર્યકરોને પણ આભારી છે, આજનો દિવસ એટલે કટોકટીનો દિવસ, ત્યારે અમે જુના જનસંઘના હવે ગુજરાતમાં માંડ બે આંકડામાં માણસો હાલ જીવીત છે, બાકી મોટા ભાગના ગુજરી ગયા, હા, દર વર્ષે અમારું સન્માન થાય છે, તેનાથી વિશે ખુશી શું હોય, આજે પણ હું ૮૫ વર્ષની ઉંમરે પ્રચાર મારાથી થાય તેટલો કરું છું, આજે પણ સાયકલ ધીરે ધીરે ચલાવતા જાેવા મળે, અને પોતે લાકડી થી ચાલતા ગમે ત્યાં મળી રહે, જનસંઘના તથા ભાજપની ચર્ચા થાય એટલે તુરંત જ ૪૪૦ વોલ્ટનો પાવર આવી જાય, અને વાત કરે, બાકી પોતે કહે કે આટલી મોટી પાર્ટી બની, મોટું કમલમ જાેઈને છાતી ગદગદ ફુલી જાય છે, પાર્ટી, માટે અમે જે લોહી રેડ્યું તેનું પરિણામ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે ખેડૂતોથી લઈને ઘરડાઓને પેન્શન, દવાખાનાની સારવાર ફ્રી, નવીન અદ્યતન હોસ્પિટલો આ બધું ૧૦ વર્ષમાં જે વિકાસ થયો અને ગરીબોને અનાજ, ઘરનું ઘર જે સ્વપ્ન હતું તે શાકાર કરનારી ભાજપની સરકાર જે અમે સ્વપ્ન જાેયું હતું તે ધીરે ધીરે પૂરું થઈ રહ્યું છે, આવનારા વર્ષોમાં પૂરપાટ વેગે ભારત વિકાસ કરવાનું છે, હું જીવતો હોઈશ તો બતાવીશ, ત્યારે ભાજપ આજે દેશમાં સૌથી વધારે મોટામાં મોટો પક્ષ છે, આજે પક્ષ પાસે કોઈ જ કાર્યકરોની કમી નથી, બાકી ૧૦ વર્ષના ગાળામાં જે વિકાસ થયો, તે ૭૦ વર્ષમાં મેં ક્યારેય જાેયો નથી, હજુ પ્રધાનમંત્રી મોદીને ૨૦ વર્ષ રહેવા દો, જુઓ પછી નવા ભારતને ‘સોને કી ચીડિયા’ જે લોકો આપણા વડવાઓ કહેતા હતા, અને અમે કહી રહ્યા છીએ તે પ્રધાનમંત્રી મોદી ‘સોની કી ચીડિયા’ ભારત દેશ કેવો છે, તે બતાવશે….
બોક્સ
૨૫ જૂન એટલે કે કટોકટી નો દિવસ – ભારતી ઈતિહાસનો એક કાળો દિવસ કે જ્યારે ગુજરાતમાં જે આગેવાનો અને લડવૈયાઓ મિસા હેઠળ જેલ ભેગા થયેલા ,જેમાં જનસંઘના ચીમનભાઈ શુકલ, શંકરસિંહ વાઘેલા, હરિન પાઠક ,અશોકભાઈ ભટ્ટ, નલિન ભટ્ટ, વિજયભાઈ રૂપાણી ,કેશુભાઈ પટેલ તેમજ અમદાવાદનું એક ચિથરે વિટાયેલ મહામુલુ રતન એટલે મહેશભાઈ આહીર સહિતના અનેક લડવૈયાઓનું સમાવેશ થાય છે. આજે પણ આ દાદા ને મળો એટલે એવો જ જુસ્સો અને દેશભક્તિ નીતરતી જાેવા મળે છે.