હોઠ પર લિપસ્ટિક, કપાળ પર બિંદી અને ફુલ મેક-અપ કર્યા બાદ લેડીઝ કપડા પહેર્યા બાદ એક એરપોર્ટ ઓફિસરે આપઘાત કરી લેતાં ચકચાર મચી હતી અને આવું કરવા પાછળના કારણની ચર્ચા કરવા લાગ્યાં હતા. ઉત્તરાખંડના ઉધમસિંહનગર પંતનગર એરપોર્ટના એર ટ્રાફિક કંટ્રોલ ટીમમાં કામ કરતા આશિષ ચૌંસાલીએ રવિવારે રાત્રે શંકાસ્પદ સંજોગોમાં આત્મહત્યા કરી હતી. સરકારી આવાસમાં ફાંસી પર લટકેલા આશિષે મહિલાનો પોશાક પહેર્યો હતો અને મેકઅપ પણ કર્યો હતો.
આશિષ અને આશાએ પ્રેમલગ્ન કર્યાં છે. તેમને લગભગ ત્રણ વર્ષની એક દીકરી છે. આકાશની પત્ની આશા પિથોરાગઢની કેન્દ્રીય વિદ્યાલયમાં શિક્ષિકા છે. માતા પણ શિક્ષક છે અને પિતા પોલીસમાં નોકરી કરતા હતા. સારા પરિવારમાંથી હોવા છતાં, આશિષના વિચિત્ર આત્મઘાતી પગલાથી બધા ચોંકી ગયા છે. આશિષ બે મહિના પહેલા ઘરે આવ્યો હતો અને છેલ્લે બે મહિના પહેલા ઘેર આવ્યો હતો ગઈ કાલે પત્ની અને પરિવારના સભ્યો સાથે ફોન પર વાત કરી હતી.
પોલીસે સેક્સ્યુઅલ ડિસઓર્ડર, બ્લેકમેલિંગ અને ઓનલાઈન એક્ટિવિટી જેવા એંગલને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે. આશિષ ચૌંસાલી ખુશખુશાલ વ્યક્તિ હતા. તેમના નિધનના સમાચારથી દરેક લોકો આઘાતમાં છે. તેમના સાથીદારોથી લઈને એરપોર્ટ પર કામ કરતા વરિષ્ઠ અધિકારીઓ સુધી તેઓ આશિષના વર્તનથી પ્રભાવિત થયા હતા. તેમના અવસાનથી એરપોર્ટ પર એકસાથે કામ કરતા કર્મચારીઓની આંખો ભીની છે અને સ્વજનો દુઃખી છે. આ હૃદયદ્રાવક ઘટનાથી પોલીસ કર્મચારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. આ ઘટના અંગે પરિવારજનોને જાણ કરવાની હિંમત કોઈ કરી શક્યું ન હતું. કોઈક રીતે આશિષ ઘાયલ હોવાની જાણ પત્નીને થઈ હતી. આશિષનો પરિવાર સંપૂર્ણ અને સમૃદ્ધ છે. તેમના પિતા ખેમાનંદ ચૌંસલી પોલીસ વિભાગમાં એસઆઈની પોસ્ટ પર હતા.
આપઘાત કરવા પાછળ કોઈને કોઈ કારણ જરુર હોય જ છે પરંતુ આ સરકારી અધિકારીએ મહિલાના કપડાં પહેરીને તથા સોળ શૃંગાર કરીને કેમ આપઘાત કર્યો? તેનો ભેદ પોલીસને જડતો નથી, આશિષે કોઈ સુસાઈડ નોટ પણ છોડી નથી તેથી રહસ્ય વધારે ઘેરાયું છે. પોલીસ તેની પત્નીની પણ પૂછપરછ કરી રહી છે.