ગાંધીનગરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દરોડા પાડી 43 લાખથી વધુની નકલી દવા ઝડપી પાડી છે.શ્રી હેલ્થકેરના નામે જીઆઈડીસીમાં કંપની ચાલતી હતી.જેમાં આ કંપની પાસે દવા બનાવવાનું લાઈસન્સ પણ હતું નહી,ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે 4 કરોડથી વધુના એપીઆઈ સહિતના મશીનો પણ જપ્ત કર્યા છે.
ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે ગાંધીનગરમાં નકલી દવા બનાવતી ફેકટરી ઝડપી પાડી છે,તો શંકાસ્પદ એપીઆઈના નમૂના તપાસ માટે મોકલાયા છે.આ ફેટરીમાં લાઈસન્સ વગર દવા બનાવાતી હતી અને બજારમાં વેચાતી હતી.છેલ્લા લાંબા સમયથી ફેકટરીમાં દવા બનાવાતી હતી,ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે 43 લાખની દવા જપ્ત કરી વધુ તપાસ આદરી છે.
ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અચાનક જ નકલી દવા બનાવતી કંપનીમાં રેડ કરતા નાસભાગ મચી જવા પામી હતી. ત્યારે આ સમગ્ર બાબતે ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સમગ્ર બાબતે ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. ત્યારે આ નકલી દવા બનાવવામાં કોઈ કોણ સંડોવાયેલ છે. તે તરફ તપાસ હાથધરી છે. તેમજ આગામી સમયમાં હજુ પણ વધુ લોકોના નામ સામે આવવાની શક્યતાઓ છે.