GJ-18 મહાનગરપાલિકાના અનેક ગામો ની જમીન સચિવાલયથી લઈને ગાંધીનગરના વિકાસ માટે આપી હતી, ત્યારે ખેડૂતોને વળતર જોઈએ તેવું મળતું નથી, ત્યારે બાકી હતું તેમાં શહેર મનપામાં આ ગામડાઓને સમાવેશ કરતા ટેક્સનું લઠ્ઠું ઘૂસી ગયું જે પંચાયત નો ટેક્સ હતો તેના કરતા 10 ગણો ટેક્સ અત્યારે ગામડા વાળા ભરી રહ્યા છે, ત્યારે ભાજપના નગરસેવક ભરત દીક્ષિત દ્વારા GJ-18 મનપાના પેરીફેરી વિસ્તારમાં સમાવિષ્ટ બોરીજ, ઇન્દ્રોડા, ધોળાકુવા, પાલજ, બાસણ, આદીવાડા, ફતેપુરા, જેવા ગામોમાં ગ્રામ પંચાયત નાબૂદ કરીને પાટનગરની રચના થઈ તેમાં સૌથી મહામૂલો ફાળો ગામોએ આપ્યો છે,
હાલ શહેરમાં પીવાના પાણી માટે દરેક ઘરમાં નળનું કનેક્શન આપવાની નીતિ સરકારશ્રી દ્વારા જાહેર કરેલ છે, જેના અનુસંધાને પેરી ફેરીના ગામોના ઘણા બધા રહીશોને આનો લાભ મળે તે હેતુથી નલ સેજલ યોજના અંતર્ગત કનેક્શનો મળે તે સંદર્ભે ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલને પત્ર પાઠવ્યો છે,