એ.સી.બી સફળ ટ્રેપ
ફરીયાદી :
એક જાગૃત નાગરીક,
આરોપીઓ:
(૧) અ.હે.કો. હિતેશભાઇ જીવાભાઇ ચૌહાણ
નોકરી એલ.સી.બી.શાખા આણંદ
હાલ રહે. ખંભોળેજ પોલીસ લાઇન તા.જી.આંણદ
મુળ રહે.સીલી તા.ઉમરેઠ જી-આણંદ તથા
(૨) એ.એસ.આઇ. ઘનશ્યામસિંહ ઉતમસિંહ સેનગર
નોકરી એલ.સી.બી.શાખા આણંદ
હાલ રહે.રંગભુમિ પાર્ક ઘર નં.૫૪/૫૫ વિધાનગર,તા.જી.આણંદ
મુળ રહે.ભોજરાજપુરા તા-ગોંડલ
જી- રાજકોટ
લાંચની સ્વીકારેલ રકમ:
રૂ.૭૦,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ:
રૂ.૭૦,૦૦૦/-
ટ્રેપની તારીખ:
તા.૨૬/૦૬/૨૦૨૪
ટ્રેપનું સ્થળ:
મોજે – આણંદ એલ.સી.બી.શાખા તા.જી.આણંદ
ટુંક વિગત:
આ કામે હકિકત એવી છે કે,આ કામના ફરિયાદી વિરૂધ્ધ પ્રોહીબીશનનો ગુન્હો દાખલ થયેલ,જે ગુન્હાના કામે હાજર થવા સારૂ આ કામના આક્ષેપિતો ફરીયાદીના ઘરે ગયેલ અને ત્યાં ફરીયાદી પાસે રૂ.૪,૦૦,૦૦૦/- ની માંગણી કરેલ અને રકઝકના અંતે રૂ.૭૦,૦૦૦/- લેવાનુ નક્કી કરેલ,જે રૂ.૭૦,૦૦૦/-તથા એક જામીન લઇ એલ.સી.બી.ઓફીસ આવી જવા જણાવેલ. અને આક્ષેપિતોએ માંગણી કરેલ લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોઇ, ફરિયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરેલ. જેથી આજરોજ લાંચના છટકા દરમ્યાન ફરિયાદી સાથે આક્ષેપિતો હેતુલક્ષી વાતચીત કરી લાંચના રૂ.૭૦,૦૦૦/- આક્ષેપિત નં.૨ નાઓએ સ્વીકારી સ્થળ ઉપર પકડાઇ ગયેલ,અને આક્ષેપિત નં.૧ જેઓ કામ અર્થે બહાર ગયેલ ત્યાંથી નાસી જઇ ગુનો કર્યા વિગેરે બાબત.
ટ્રેપ કરનાર અધિકારીઃ
શ્રી એમ.એમ.તેજોત,પો.ઈન્સ.
મહીસાગર એ.સી.બી. પો.સ્ટે.
સુપરવિઝન અધિકારી:
શ્રી બી.એમ.પટેલ
મદદનીશ નિયામક, એ.સી.બી.
પંચમહાલ એકમ ગોધરા