‘સારી સ્કૂલમાં એડમિશન અપાવીશું’ બહાનું કાઢીને ભારતીયથી સગીર છોકરાને અમેરિકામાં લઈ આવ્યું પછી ત્યાં જઈને સ્કૂલને બાજુએ રહી પરંતુ પોતાના સ્ટોર અને પંપ પર વર્ષો સુધી બળજબરીથી કામ કરાવનાર ભારતીય કપલને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.
અમેરિકામાં ભારતીય મૂળના કપલ 31 વર્ષીય હરમનપ્રીત સિંહ અને તેની પત્ની કુલબિર કૌરને પોતાના એક સગાને તેમના ગેસ સ્ટેશન અને સ્ટોર પર બળજબરીથી કામ કરાવવાના આરોપમાં કોર્ટ દ્વારા 11.25 વર્ષની સજા કરવામાં આવી છે.
આ કપલ સ્કૂલમાં પ્રવેશ અપાવવાના બહાને યુવાનને અમેરિકામાં લઈ આવ્યું હતું અને તેને ગોંધી રાખીને બળજબરીથી પંપ પર કામ કરાવતા હતા. કોર્ટે કપલને 1.87 કરોડ ચુકવવાનો પણ આદેશ આપ્યો છે.
ન્યાય વિભાગના નાગરિક અધિકાર વિભાગના આસિસ્ટન્ટ એટર્ની જનરલ ક્રિસ્ટન ક્લાર્કે કહ્યું કે આરોપીઓએ પીડિત સાથેના તેમના સંબંધોનો દુરુપયોગ કરીને તેને યુનાઇટેડ સ્ટેટ્સમાં ખોટા વચનો સાથે લલચાવ્યો હતો કે તેઓ તેને શાળામાં દાખલ કરવામાં મદદ કરશે. આરોપીઓએ પીડિતાના ઈમિગ્રેશન દસ્તાવેજો જપ્ત કર્યા અને તેને ઓછામાં ઓછો પગાર આપીને કલાકો સુધી કામ કરાવવા માટે ધાક-ધમકીઓ આપતાં તથા બળજબરી અને માનસિક શોષણ પણ કરતાં હતા.
2018માં હરમનપ્રીત સિંહ પોતાના સગીર પિતરાઈને સારી સ્કૂલમાં દાખલ કરાવવાને બહાને ભારતથી અમેરિકા આવ્યો હતો. આ સગીર અમેરિકામાં આવ્યા બાદ આરોપીઓએ તેના ઈમીગ્રેશન દસ્તાવેજો પડાવી લીધાં હતા અને 2018 થી મે 2021 વચ્ચે ત્રણ વર્ષથી વધુ સમય તેની પાસે સ્ટોરમાં મજૂરી કરાવી હતી. આ કપલ સગીર પાસે કેશ રજિસ્ટર અને સ્ટોરના રેકોર્ડની સફાઈ, રસોઈ, સ્ટોકિંગ અને હેન્ડલિંગ સહિતના કામો 12 થી 17 કલાક કરાવતું હતું અને બદલામાં પૂરતો પગાર પણ આપતું નહોતું અને તેનું શૌષણ કરતું હતું.વોશિંગ્ટન કોર્ટે ભારતીય મૂળના આ કપલને સગીર પાસે મજૂરી કરાવવાના આરોપમાં 11 વર્ષની સજા કરી છે.
જોકે હાલમાં કપલના છૂટાછેડા થઈ ચૂક્યાં છે અને અલગ અલગ રહે છે પરંતુ કોર્ટના આદેશને પગલે તેમને હવે જેલના દાડા વીતાવવાનો વારો આવ્યો છે.