હવે ગુજરાત ભાજપ દ્વારા સંગઠનને લઈ તૈયારીઓ શરૂ, પ્રદેશ કારોબારી યોજાશે

Spread the love

લોકસભા ચૂંટણી 2024 પૂર્ણ થઈ ગઈ છે અને કેન્દ્રમાં ત્રીજીવાર મોદી સરકાર પણ બની ગઈ છે. જો કે આ વખતે ભાજપ ગુજરાતમાં ક્લિન સ્વીપની હેટ્રિક મારી શક્યો નથી. હવે ગુજરાત ભાજપ દ્વારા સંગઠનને લઈ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેને પગલે આગામી 4-5 જુલાઈના રોજ ભાજપની પ્રદેશ કારોબારી યોજાશે. ઉલ્લેખનીય છે કે, આજે કમલમ ખાતે સંગઠન મહામંત્રી રત્નાકરની અધ્યક્ષતામાં વિધાનસભા ચૂંટણી સમયે નિમાયેલા વિસ્તારકોની બેઠક મળી હતી. આ બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા.

સાળંગપુર સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાનારી આ પ્રદેશ કારોબારી બેઠકમાં પાર્ટીના આગામી કાર્યક્રમો અંગે ચર્ચા થશે. સામાન્ય રીતે રાષ્ટ્રીય કારોબારી બેઠક બાદ પ્રદેશ કારોબારી બેઠક યોજાતી હોય છે. આ કારોબારીમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ બેઠકમાં હાજરી આપશે. આ બેઠકમાં ગુજરાત લોકસભાની 26 સીટ પરની સમીક્ષા પણ કરવામાં આવશે.

જ્યારે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની નિયુક્તિ અંગે વાત કરવામાં આવે તો હાઇકમાન્ડ દ્વારા પહેલા રાષ્ટ્રીય અધ્યક્ષ અંગે નિર્ણય કરવામાં આવશે. ત્યાર બાદ જ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ નક્કી કરવામાં આવશે. જો પ્રદેશ કારોબારી પહેલા જ રાષ્ટ્રીય અધ્યક્ષની નિયુક્તિ કરવામાં આવે તો પ્રદેશ પ્રમુખ માટે નવા નામની જાહેરાત થઈ શકે, આ સિવાય હાલ પૂરતી તો પ્રદેશ પ્રમુખની નિયુક્તિ અંગે કોઈ શક્યતા જણાતી નથી.

વર્તમાન ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની ટર્મ પૂરી થતી હોવાને કારણે ચર્ચા એવી પણ ચાલી રહી છે કે, આ બેઠકની અંદર કાર્યકારી પ્રદેશ પ્રમુખના નામની પણ જાહેરાત થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com