કન્યા કેળવણી મહોત્સવમાં ડભાડ અને ચાણસોલ ગામે ઉપસ્થિત ધારાસભ્યશ્રી સરદારભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે દેશનું સૌથી મોટું શાળાકીય શિક્ષણ શાળા પ્રવેશોત્સવની ઉજવણીના આપણે ભાગીદાર બન્યા છીએ. તેમણે ઉમેર્યું હતું કે રાજ્યમાં 33 જિલ્લા, 254 બ્લોક, 4 લાખ શિક્ષકો, 01 કરોડ 15 લાખ વિધાર્થીઓ અને અસંખ્ય વાલીઓ આ પર્વમાં જોડાયા છે.
ધારાસભ્યશ્રી સરદારભાઇ ચૌધરીએ ઉમેર્યું હતું કે, શિક્ષકો બાળકોના અભ્યાસ, શાળામાં હાજરીની નિયમિતતા અંગે સજાગ છે અને પૂરતું ધ્યાન આપે છે. ત્યારે SMC અને વાલીઓ પણ બાળકના અભ્યાસનું ફોલોઅપ, શાળામાં ખૂટતી સુવિધાઓની પૂર્તતા વગેરે માટે સતર્ક રહે તેવો અનુરોધ તેમણે કર્યો હતો.
મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ચાણસોલ અને ડભાડ ગામે શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે માહિતી નિયામકશ્રી કે.એલ.બચાણીએ જણાવ્યું હતું કે રાજ્યનો સૌથી મોટા ઉત્સવ શાળા પ્રવેશોત્સવનો શુભારંભ મુખ્યમંત્રીશ્રીએ બીલીઆંબા ગામથી કરાવ્યો હતો તે સંદર્ભમાં તેમણે બીલીઆંબા ગામના નામ પરથી જણાવ્યું હતું કે “અક્ષત બીલી” ભગવાન શિવને અર્પણ કરવામાં આવે છે. આ ત્રણ પાંદડાના બીલીપત્રની જેમ વિધાર્થીના જીવન વિકાસમાં વાલી,શિક્ષક અને વિધાર્થીઓના ત્રિવેણી સંગમ થકી રાષ્ટ્ર વિકાસનો પાયો મજબૂત બને છે.
માહિતી નિયામકશ્રી બચાણીએ ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારે શિક્ષણ પરીવર્તન માટે વિદ્યાસમીક્ષા કેન્દ્ર, મિશન સ્કૂલ ઓફ એક્સલેન્સ, પ્રતિભાશાળી વિધાર્થીઓને પ્રોત્સાહન અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના સુદ્રઢીકરણ અને શિક્ષણ થકી સમુચિત વિકાસ થઇ રહ્યો છે.
આ પ્રસંગે નિયામકશ્રીએ ઉમેર્યું હતું કે એટેન્ડન્સ, એસેસમેન્ટ, એક્રીડીટેશન એને એડમિનિસ્ટ્રેશન થકી શિક્ષણનું મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. જેનાથી આજે આપણે સો ટકા નામાંકનની નજીક અને 20 ટકા સુધી ડ્રોપ આઉટ રેશીયો ઘટાડી શક્યા છીએ.
માહિતી નિયામકશ્રીએ વિધાર્થીઓ,વાલીઓ અને શિક્ષકોએ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવા જણાવ્યું હતુ તમણે ઉમેર્યું હતું કે માઇક્રોસોફટ ટીમ સોફ્ટવેરમાં 25 કરોડથી વધુ ઓનલાઇન ક્લાસ, વર્ષ 2018થી શરૂ થયેલ યુટ્યુબમાં 09 કરોડ વ્યુઅર ,આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્ટ, જી શાળા સહિત દરેક પુસ્તકમાં ક્યુઆર કોડનો ઉપયોગ કરવા જણાવ્યું હતું
આ પ્રસંગે ધારાસભ્યશ્રી સરદારભાઇ ચૌધરી અને માહિતી નિયામકશ્રી કે.એલ.બચાણીએ શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો સાથે સંયુક્ત બેઠકમાં જણાવ્યું હતું કે બાળકો નિયમિત શાળામાં હાજરી આપે, બાળકોના સર્વાંગી વિકાસ થાય તે દિશામાં કાર્યરત રહે, બાળકો સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગીદારી કરે સહિતના વિવિધ વિષયો પર ચર્ચા કરી જરૂરી સૂચનો કર્યા હતા
આ પ્રસંગે ચાલુ વર્ષમાં સમગ્ર શિક્ષા ,શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા 67 પ્રકારનું સાહિત્ય બાલવાટિકા થી માધ્યમિક ના બાળકો માટે ખુબ સુંદર નયન ગમ્ય, આકર્ષક અને ગુણવત્તા યુક્ત શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરેલ છે જેનું ધારાસભ્યશ્રી તેમજ માહિતી નિયામકશ્રીએ નિરીક્ષણ કર્યું હતું
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે આંગણવાડી અને શાળાના પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓને પુસ્તકો અને યુનિફોર્મ સહિતની શૈક્ષણિક કિટ વિતરણ કરી શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ ઉપરાંત 100 ટકા હાજરી, રમત ગમત, અભ્યાસ,સાંસ્કૃતિક કાર્યક્રમો અને રાજયકક્ષાની પરિક્ષાઓ સહિત વિવિધ ક્ષેત્રમાં પહેલા, બીજા અને ત્રીજા ક્રમે આવેલા તેજસ્વી તારલાઓને મહાનુભાવોના હસ્તે સ્મૃતિભેટ આપી પ્રોત્સાહિત કરાયા હતા.
કાર્યક્રમના અંતે ધારાસભ્યશ્રી, માહિતી નિયામકશ્રી સહિત મહાનુભાવોએ શાળાની કોમ્પ્યુટર લેબ, વર્ગખંડો, શાળા પરિસર, સહિતની સુવિધાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. આ સાથે શાળા કેમ્પસમાં વૃક્ષનું વાવેતર કરી સૌને પર્યાવરણ જતન સંવર્ધન માટે સંદેશ પાઠવ્યો હતો.
આ પ્રસંગે વાલીઓ, વિધાર્થીઓ, શિક્ષકો તેમજ પ્રબુધ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.