શહેરમાં વરસાદના વાવડ છે, પણ વરસાદ હજુ જોઈએ તેવો પડ્યો નથી, ત્યારે વરસાદી પાણી પહેલા ગટરના પાણી રોડ, રસ્તા પર આવી ગયા છે, આ પાણી એટલું દુર્ગંધ મારી રહ્યું છે, કે રહીશો તો ઠીક પણ આવન-જાવન કરતાં વાહનચાલકો ત્રસ્ત થઈ ગયા છે,
બાપુનો વસંત વગડાથી લઈને ડી માર્ટ સુધી અને ક-૭ સર્કલ ઉપર પણ પાણી ગટરોના જોઈ શકાય છે, ચોમાસું હજુ શરૂ થયું નથી, તો વરસાદ આવશે પછી શું હાલત થશે, તસવીરમાં દેખાઈ રહ્યા છે, તે વરસાદી પાણી નહીં પણ ગટરોના પાણી છે, ગટરો ચોક-અપ થઈ ગઈ છે, વરસાદી પાણીનો નિકાલ કઈ રીતે થશે, ગટરો ચોક-અપના કારણે રોડ, રસ્તા પર વરસાદી પાણી ભરાઈ રહેશે, ત્યારે પૂર આવવાની શક્યતા એટલે કે ઘુંટણસમા પાણી આવશે, ચેતી જાવ, મુનસુન પ્લાનનું સૂરસુરિયું ના થઈ જાય,….
બોક્સ
– ક-૭ સર્કલ પાસે તથા વસંતવગડા અને માણસા રોડ ઉપર ગટરોના પાણી બહાર આવી રહ્યા છે, ગટરો ચોક-અપ થતા ગંદકી, દુર્ગંધથી વાહનચાલકો, રહીશો ત્રસ્ત,