ગુજરાતનું GJ-18 એટલે અઘરું કહેવાય, કોઈ નાનું કામ ન થાય તો પણ પ્રજાને વાંકુ પડી જાય, અને સમજે નહીં કે રાત્રે 2:00 વાગે ફોન કયો કરાય, પૂર્વ મેયરે ફોન તો ઉપાડ્યો, પણ ડરતા ડરતા ઉપાડ્યો કે કાંઈ ઇમર્જન્સી અથવા કંઈક ઘટના બની હશે, અને બીજી રીંગે ફોન તો ઉપાડ્યો, ત્યારે રહીશ દ્વારા પૂર્વ મેયરને પહેલા ચાપલુસી દ્વારા જણાવ્યું કે, સાહેબ મજામાં, હું ફલાણો બોલું છું, સુઈ ગયા હતા, ત્યારે અત્યારે સુઈ ના ગયા હોય તો શું જાગતા હશે, પછી પૂર્વ મેયર હિતેશ મકવાણાએ જણાવ્યું કે, બોલો શું હતું, તો કહે કે મારા ઘર પાસે કૂતરું મરી ગયું છે, બહુ વાસ આવે છે, તો તાત્કાલિક નિકાલ કરાવો ને, તો પૂર્વ મેયરે જણાવ્યું કે સવારે મને ફોન કરજો હું ત્વરિત નિકાલ કરાવી દઈશ, તો કહે અત્યારે થાય તો કરો ને, તો પૂર્વ મેયરે જવાબ આપ્યો કે તમે કહેતા હોય તો હું કૂતરું ઉપાડવા આવી જઉ, અને વજનદાર હોય તો મારા પીએ અને પટાવાળાને પણ લેતો આવું, ત્યારે કહે કે સારું સવારે કરાવી આપજો, પણ તોય ફોન મુકતા જણાવ્યું કે, કોશિશ કરી જુઓ જો થતું હોય તો…
વધુમાં મેયરે જણાવ્યું કે, ભાઈ હું હાલ મેયર નથી, નવા મેયરની નિમણૂક થઈ ગઈ છે, જેથી તમે સવારે મીરાબેનના કાર્યાલયે સંપર્ક કરશો, પણ હું ના નથી પાડતો, તમારું કામ સવારે કરી દઈશ, ત્યારે રાત્રે ફોન બે વાગે આવવાથી પૂર્વ મેયરનું બીપી લો થઈ ગયું હતું,….
બોક્સ
– નવા મેયરની નિમણૂક બાદ પણ પૂર્વ મેયર હિતેશ મકવાણાની સૌથી વધારે પજવણી અને બજવણી થઈ રહી છે, પૂર્વ મેયરને હતું કે, રાત્રે 2:00 વાગે ફોન હોય એટલે ઇમર્જન્સી અને જોખમી હોય, ત્યારે ફોન ઉપાડ્યા બાદ ખોદા પહાડ નીકલા ચૂહા જેવો ઘાટ સર્જાયો, પણ ફોન ઉપાડતા ગભરાટ થી ફોન ઉપાડયો હતો, કે કાંઈક ઘટના હશે, તો રાત્રે કોઈ ફોન કરે, બોલો હવે મેયર પણ નવા આવ્યા પણ જૂનાનો વારો હજુ નીકળી રહ્યો છે.