મલેરિયા મચ્છરના બ્રિડિંગને અટકાવવા મહાનગરપાલિકાનો મહત્વનો નિર્ણય, જરૂર પડ્યે બ્રિડિંગ સાઇટની વિકાસ પરવાનગી સસ્પેન્ડ કરવામાં આવશે

Spread the love


દર વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોના સંક્રમણમાં વૃદ્ધિ થતી જોવા મળે છે. ગાંધીનગર મહાનગરપાલિકાના વિસ્તરણ બાદ સમાવાયેલા નવા વિસ્તારોમાં વર્તમાનમાં 230 જેટલી બાંધકામ સાઈટમાં બાંધકામની પ્રવૃત્તિ ચાલુ છે મેલેરિયા ડેન્ગ્યુના કેસોમાં થતી વૃદ્ધિ પાછળના જવાબદાર કારણો પૈકી બાંધકામ સાઈટ પર વરસાદના પાણીના ભરાવાના કારણે થતો મચ્છરનો ઉપદ્રવ મુખ્ય કારણ છે.
આ સાઇટ્સ પર સંક્રમણ અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા સાઈડને નોટિસ થતા દંડની કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ બાંધકામ સાઈટની કામગીરીમાં કોઈ સુધારો જોવા મળતો નથી. ગત વર્ષ વાવોલ તેમજ સરગાસન વિસ્તારમાં આવેલ બાંધકામ સાઈટ સ્વરા ક્રિસ્ટલ, રાધે ઇન્ફીનિટી, સહજાનંદ સ્કાય લાઈન, પ્રમુખ પર્લ, સહજાનંદ સફલ, શ્રીજી સ્વસ્તિક ને કુલ રૂ. 1 લાખથી વધારે નો દન્ડ તેમજ સહજાનંદ સફલ સાઈટ સીલ પણ કરવામાં આવી હતી. તેમ છતાં આ વર્ષમાં બાંધકામ સાઇટ્સ ની કામગીરીમાં કોઈ સુધારો થયેલ નથી. આથી એવું લાગે છે કે બાંધકામ સાઈટને 5 કે 10 હજારના દંડથી કોઈ ફેર પડતો નથી અને પોતાની મનમાની કરતી જોવા મળે છે. આથી ના છૂટકે આ ચોમાસાની સિઝનમાં જો એક જ બાંધકામ સાઈટ કે જેને નોટિસ અથવા દંડ કરેલ હોય તેના પર પુનઃ મચ્છરોનું બ્રિડિંગ જોવા મળશે તો મહાનગરપાલિકા દ્વારા GPMC એકટ ની કલમ 316 નો ઉપયોગ કરીને રોગચાળાને નાથવા સંબંધિત સાઈટને દંડ ઉપરાંત તેની વિકાસ પરવાનગી 30 નવેમ્બર સુધી સસ્પેન્ડ કરવામાં આવશે તેમજ સંબંધિત બાબતની જાણ ક્રેડાઈ CREDAI ને પણ કરવામાં આવશે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com