ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫માં મિલકતવેરો ભરપાઇ કરવા ઉપર ૧૦% વળતર તેમજ ઓનલાઇન મિલકતવેરાની ચુકવણીનું ૨% વળતર આમ કુલ ૧૨% વળતર યોજના તા.૩૦/૦૬/૨૦૨૪ સુધી અમલમાં છે.ગાંધીનગર મહાનગરપાલિકાના કરદાતાશ્રીઓ તરફથી મળેલ પ્રતિસાદને ધ્યાને લેતાં મિલકતવેરો ભરવાનો બાકી રહી ગયેલ હોય તેવા કરદાતાશ્રીઓને વળતર યોજનાનો લાભ મળે તે હેતુથી ૧૦% વળતર તેમજ ઓનલાઇન મિલકતવેરાની ચુકવણીનું ૨% વળતર આમ કુલ ૧૨% વળતર યોજના તા.૧૦/૦૭/૨૦૨૪ સુધી વધારવામાં આવેલ છે.
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરો ઓનલાઇન તથા ઓફલાઇન બંને રીતે સ્વીકારવામાં આવે છે. ઓનલાઇન મિલકતવેરો ગાંધીનગર મહાનગરપાલિકાની વેબસાઇટ gandhinagarmunicipal.com પર જઇને ભરી શકાશે જેમાં ડેબિટ/ક્રેડિટ કાર્ડ, U.P.I, નેટ બેન્કીંગના વિકલ્પ આપવામાં આવેલ છે જેની ગાઇડલાઇન પણ gandhinagarmunicipal.com પર મૂકવામાં આવેલ છે તેમજ ઓફલાઇન મિલકતવેરો રોકડ સ્વરૂપે સવારે ૧૦.૩૦ થી બપોરે ૩.૦૦ કલાક સુધી તથા ચેક દ્વારા સવારે ૧૦.૩૦ થી સાંજે ૫.૦૦ કલાક સુધી ગાંધીનગર મહાનગરપાલિકાની ઉત્તર ઝોનની કચેરી પેથાપુર ખાતે, મધ્ય ઝોનની કચેરી એમ.એસ.બિલ્ડીંગ, ગ્રાઉન્ડ ફ્લોર, સેકટર-૧૧ ખાતે તેમજ નવા સમાવિષ્ટ વિસ્તારમાં આવેલ જે તે ગામની જૂની પંચાયત કચેરી ખાતે સ્વીકારવામાં આવે છે. જેમાં કરદાતાઓને બીલ ભરવા આવે ત્યારે જૂનું બીલ કે નાણાં ભર્યાની પાવતી સાથે લાવવા વિનંતી કરવામાં આવે છે.
જે કરદાતાશ્રીઓ દ્વારા મિલકતવેરાની ચૂકવણી કરીએ ઉપરોકત વળતર યોજનાનો લાભ લીધેલ નથી તેવા કરદાતાશ્રીઓને ૧૦ જુલાઇ સુધી મિલકતવેરાની ચૂકવણી કરી વળતર યોજનાનો લાભ લેવા વિનંતી છે.