ભારત અને આફ્રિકા વચ્ચે રમાયેલી ટી-20 વિશ્વ કપની ફાઇનલમાં ઘણાં ઉતાર-ચડાવ જોવા મળ્યા હતા. શ્વાસ થંભાવી દેનારી આ ફાઇનલના અંતે ભારતનો 7 રને શાનદાર વિજય થયો હતો. આ જીતમાં ત્રણ ગુજરાતીઓએ રાખ્યો છે રંગ…ત્રણ ગુજરાતીઓના ધાકડ પર્ફોર્મન્સે ભારતને અપાવ્યો વર્લ્ડ કપ. આ ગુજરાતીઓએ સાઉથ આફ્રિકાના મુખમાંથી જીતનો કોળિયો છીનવી લીધો.રોહિત અને કોહલી સહિત આખી ટીમ ઈન્ડિયા આ ખેલાડીઓને કરે છે સલામ…
રોહિત શર્મા અને વિરાટ કોહલી નહીં ત્રણ ગુજરાતીઓએ ફાઈનલ મેચમાં રાખ્યો છે રંગ. એમાંય જ્યારે પાવર પ્લે પુરો થાય એ પહેલાં જ શરૂઆતની ઓવરમાં જ રોહિત, સુર્યા અને પંત આઉટ થઈને પેવેલિયન પહોંચી ગયા હતા ત્યારે કોહલી પણ ટેન્શનમાં હતો. આ વિકટ પરિસ્થિતિમાં ટીમ ઈન્ડિયાનો સંકટ મોચક બન્યો એક પટેલનો દિકરો. ત્યારે ટીમ ઈન્ડિયાનો તારણહાર બન્યો એક ગુજરાતી…
જ્યારે ટીમ હારની કગાર પર હતી ત્યારે આ ગુજરાતીઓએ જ લગાવી હતી ભારતની નૈયા પાર…176 રનમાંથી 52 રન અને 8માંથી 6 વિકેટ ગુજરાતીના નામે રહ્યાં….ત્યારે આ બધામાંથી સૌથી શાનદાર પ્રદર્શન એક પાટીદારે કર્યું. સાઉથ આફ્રિકાના બોલરો વિકેટ પર વિકેટ લઈ રહ્યાં હતા ત્યારે એક પાટીદારે આખી વિરોધી ટીમના છગ્ગા છોડાવી દીધાં. અમે વાત કરી રહ્યાં છીએ ટીમ ઈન્ડિયાના સૌથી શાનદાર ઓલરાઉન્ડર અક્ષર પટેલની. જેણે ટેન્શનના ટાઈમમાં સમય સુચકતા દાખવી અને ટીમની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જોખમ લઈને શાનદાર બેટિંગ કરી. આમ આ ફાઇનલમાં અક્ષર પટેલે 47 રન કરવા સાથે 1 વિકેટ ઝડપી હતી. જેને કારણે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ ફાઈનલમાં જીત હાંસલ કરી શકી.
જ્યારથી ફાઇનલની શરૂઆત થઈ ત્યારથી લઈ અંત સુધીમાં એટલે કે ટીમ ઇન્ડિયા ચેમ્પિયન બની ત્યાં સુધીમાં ત્રણ ગુજરાતીઓના ખભા પર ફાઇનલ રહી હતી. આ ત્રણેય ગુજરાતીઓ એટલે જસપ્રીત બૂમરાહ, અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યા. ટીમ ઇન્ડિયાએ 34 રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ અક્ષર પટેલ મેદાનમાં આવ્યો હતો. અક્ષર પટેલે વિરાટ કોહલી સાથે મળીને ભારતીય દાવને સંભાળ્યો હતો. અક્ષર પટેલે 31 બોલમાં 47 રન કર્યા હતા. અક્ષરની આ ઇનિંગની સહારે ટીમ ઇન્ડિયા 176ના સ્કોર સુધી પહોંચવામાં સફળ રહી હતી.
આમ આ ફાઇનલમાં અક્ષર પટેલે 47 રન કરવા સાથે 1 વિકેટ ઝડપી હતી. જ્યારે હાર્દિક પંડ્યાએ 3 ઓવરમાં માત્ર 20 રન આપીને 3 કિંમતી વિકેટ અને બૂમરાહે 4 ઓવરમાં 18 જ રન આપીને 2 વિકેટ ઝડપી હતી. આમ આફ્રિકાની 8 વિકેટમાંથી 6 વિકેટ આ ત્રણ ગુજરાતીઓએ જ લીધી હતી. તેની સાથે સાથે અક્ષરના 47 રન અને હાર્દિકના 5 રન ગણીને ટીમ ઇન્ડિયાના 176 રનમાં 52 રન ગુજરાતીઓના બેટમાંથી આવ્યા હતા. અક્ષરે બેટિંગમાં કમાલ કરી તો હાર્દિક-બૂમરાહે બોલિંગમાં બૂમ પડાવી, આફ્રિકાની 8માંથી 6 વિકેટ ગુજરાતીઓએ ખેડવી…
અક્ષર પટેલનો જન્મ 20 જાન્યુઆરી, 1994ના દિવસે થયો હતો. અક્ષર પટેલના પિતાનું નામ રાજેશ પટેલ અને માતાનુ નામ પ્રીતિ બેન પટેલ છે. ભારતીય ટીમમાં અક્ષર પટેલને ડાબોડી સ્ટાર ઓલરાઉન્ડર છે. અક્ષર પટેલે પોતાની સ્ફોટક બેટિંગથી ટીમ ઈન્ડિયાને ફાઈનલમાં જીત અપાવી.
અક્ષર પટેલને બાળપણથી જ ક્રિકેટમાં ખુબ રસ હતો, અને તે આ રમતમાં કેરિયર બનાવવા માંગતો હતો, તેને એન્જિનીયરિંગનો અભ્યાસ આ ક્રિકેટ માટે અધવચ્ચેથી જ છોડી દીધો હતો, જેથી તે પોતાની ક્રિકેટને ન્યાય આપી શકે, તેને બાદમાં પોતાનુ તમામ ફોકસ ક્રિકેટ પર લગાવ્યું અને આજે તે ટીમ ઇન્ડિયાનો ઘાતક ઓલરાઉન્ડર બની ગયો છે.
જીત માટે હાર્ડ અને પાવર હીટિંગ સાથે બેટિંગ કરીને અક્ષરે ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યો. સ્પીન બૉલિંગથી કોઇપણ બેટ્સમેનને પેવેલિયન મોકલી શકવાની તાકાત રાખે છે. ગુજરાતના નડિયાદમાં અક્ષર પટેલે ક્રિકેટ રમી અને બાદમાં નેશનલ ટીમમાં સિલેક્શન થયું હતું, ખાસ કરીને ટીમ ઇન્ડિયાના મોટાભાગના ખેલાડીઓ અક્ષર પટેલને બાપૂ કહીને બોલાવે છે, આ નામ તેને ધોનીએ આપ્યું હતું.