NEET પરીક્ષા પેપર લીંક કૌભાંડ કેસમાં સીબીઆઈ ટૂંક સમયમાં સ્કૂલનાં ટ્રસ્ટ્રીની ધરપકડ કરે તેવી શક્યતા છે. જય જલારામ સ્કૂલનાં મુખ્ય ટ્રસ્ટ્રી દિક્ષિત પટેલને સીબીઆઈ ગોધરા સર્કીટ હાઉસ લાવી છે. તેમજ દિક્ષિત પટેલને આણંદથી ગોધરા સર્કિટ હાઉસમાં લાવી પૂછપરછ હાથ ધરાઈ છે. દિક્ષિત પટેલની પૂછપરછ બાદ અન્ય મોટા માથાની ધરપકડ થાય તેવી શક્યતા છે.સીબીઆઈ 4 આરોપીઓનાં 3 દિવસનાં રિમાન્ડ મેળવીને પૂછપરછ કરી રહી છે.
NEET કૌભાંડમાં CBI દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં રાજ્યમાં 4 અલગ અલગ જિલ્લાઓમાં દરોડા પાડી તપાસ શરુ કરવામાં આવી છે..ગોધરા ,આણંદ અમદાવાદ, ખેડામાં CBI એ દરોડા પાડ્યા છે. NEET કૌભાંડને લઇ CBI દ્વારા તપાસ કરાઇ રહી ત્યારે આજે અલગ અલગ જગ્યાએ દરોડા પાડી તપાસ શરુ કરાઇ છે.શંકાસ્પદ સ્થળો પર દરોડા પાડી તપાસ હાથ ધરવામાં આવી છે.
NEET પેપર લીક મામલે CBIની જોરદાર કાર્યવાહી ચાલુ છે. તપાસ એજન્સીએ આજે ઝારખંડના હજારીબાગમાંથી એક પત્રકારની ધરપકડ કરી હતી. પત્રકારનું નામ જમાલુદ્દીન છે જે એક હિન્દી અખબાર માટે કામ કરે છે. શુક્રવારે ધરપકડ કરાયેલ ઓએસિસ સ્કૂલના પ્રિન્સિપાલ અને વાઈસ પ્રિન્સિપાલની મદદ કરવાના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી છે.