પૂણેના લોનવાલામાં આવેલા ધોધમાં વચ્ચોવચ મજા માળવી પરિવારના સભ્યોને ભારે પડી હતી. પરિણામે એકસાથે પરિવારના 10 લોકો પાણીના ઝડપી વહેણમાં તણાઈ ગયા હતા.આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 3 લોકોના મોત થઈ ચૂક્યા છે. ત્યારે કેટલાક લોકોનો જીવ બચી ગયો છે તો કેટલાક લોકો હજુ પણ ગુમ છે. પૂણેમાં મોતની મસ્તીનો ખતરનાક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે માત્ર 7 મિનિટમાં જ મસ્તી કરતા લોકોની જીંદગીનો અંત આવી જાય છે.
વાસ્તવમાં અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે. લોનાવલાના પહાડી વિસ્તારોમાં આવેલા એક ધોધ પાસે કેટલાક લોકો વરસાદનો આનંદ માણવા ગયા હતા. જેમાં અંસારી પરિવાર પણ સામેલ હતો. ભુશી ડેમ પાસેના જળાશયમાં પાણી ભરાતા પરિવાર આનંદ માણી રહ્યો હતો. તેઓને ખબર ન હતી કે આ આનંદ તેમાંથી કેટલાક માટે તેમના જીવનની છેલ્લી મજા હશે. ભુશી ડેમ પાસેના ધોધમાં રવિવારે અચાનક પૂર આવ્યું હતું અને પાણીના જોરદાર પ્રવાહમાં પરિવારના તમામ સભ્યો વહી ગયા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે તે લાંબા સમય સુધી પરિવાર મોત સાથે જંગ લડતો રહ્યો હતો. લોકો ધોધની બહાર પણ તેમને બચાવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. પરંતુ યમરાજ માટે એક પણ યુક્તિ કામ ન કરી અને તે બધા પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયા હતા. કોઈક રીતે કેટલાકને બચાવી લેવામાં આવ્યા હતા, પરંતુ 3 લોકોના મોત થયા હતા.
પાણીના પ્રવાહમાં વહી જતો આ પરિવાર પુણેના હડપસર વિસ્તારના સૈયદ નગરનો રહેવાસી છે. પરિવારના 16-17 સભ્યો રવિવારે પિકનિક માટે ગયા હતા. તેને ક્યા ખબર હતી કે તેમની પિકનિક એવી હશે કે તે આખી જીંદગી આ શબ્દને નફરત કરશે. આ લોકો પિકનિક માટે ભાડાની બસમાં આવ્યા હતા. અંસારી પરિવારના સભ્યો ભૂશી ડેમ નજીક ધોધ જોવા ગયા હતા, પરંતુ વિસ્તારમાં ભારે વરસાદને કારણે પાણીના જોરદાર પ્રવાહમાં તેઓ વહી ગયા હતા. ચોંકાવનારી વાત એ છે કે, રવિવારે 50,000થી વધુ લોકો મુલાકાત લેવા લોનાવાલા પહોંચ્યા હતા. આમાંના ઘણા લોકો પાણીની વચ્ચે મજા કરી રહ્યા હતા અને અચાનક આવેલા પૂરમાં લોકોની જીંદગી તણાઈ ગઈ હતી.
હવે પ્રશ્ન એ છે કે આપણે ક્યારે સમજીશું? શું આવા વરસાદી ઋતુમાં આવી જગ્યા એ જવું યોગ્ય છે ખરું. વરસાદમાં ડેમ, ઝરણા કે ધોધમાં પાણીનો પ્રવાહ વધી જતો હોય છે. પર્યટકોને આવી જગ્યાએથી દૂર રહેવા માટે ચેતવણી આપવામાં આવે છે. પરંતુ પર્યટકો ચેતવણીને ધ્યાનમાં લેતા નથી. દુર્ઘટના સર્જાયા બાદ થોડા સમય માટે સૌ કોઈ સાવચેત રહે છે. પરંતુ થોડા સમય બાદ ફરી એ જ રીતે મોજ-મસ્તી કરવા લાગે છે.
શું પોતાના જીવને જોખમમાં નાખીને આવી મોજ-મસ્તી કરવી કેટલા હદ સુધી સારી છે? પાણી સાથે મોત ગમે શું આ વાત આ પરિવારને ખબર નહીં હોય. ચોમાસાની ઋતુમાં જળાશયો કે ધોધની નજીક આનંદ માણવો શું યોગ્ય છે? આવા અનેક વિડીયો દરરોજ સામે આવતા રહે છે, પરંતુ આપણે વિડીયો જોઈએ છીએ પણ સજાગ નથી. જો જીંદગી સાથે પ્રેમ હોય તો સૌ પ્રથમ ચોમાસાની ઋતુમાં પર્વતો અને નદીઓ અને ધોધની નજીક મુસાફરી કરવાનું ટાળો. ક્યાંક જવું હોય તો મેદાનમાં જાવ. એવી જગ્યાએ જાઓ જ્યાં પાણીનું જોખમ ઓછું હોય. પિકનિક માટે એવી જગ્યાઓ ક્યારેય પસંદ ન કરો, જ્યાં મોત આસપાસ મંડરાતી હોય.