મધ્ય પ્રદેશમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યુ છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યના 32 જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. જેથી રાજ્યના વહીવટી તંત્રને એલર્ટ કરવામાં આવ્યુ છે. વરસાદી આફતના કારણે એમપીમાં શાળા અને કોલેજ બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. ભોપાલ, વિદિશા અને મંડલા સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે.
સીહોરમાં પાર્વતી નદી તો જબલપુરમાં નર્મદા નદી પર આવેલો બરગી ડેમ ઓવરફ્લો થયો છે. આ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ભારે વરસાદના કારણે સિવની-વૈનગંગા નદીમાં પણ ઘોડાપૂર આવ્યુ છે. જેથી નીચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહીના કારણે લોકોને સલામત સ્થળે ખસી જવાના વહીવટી તંત્રએ આદેશ આપ્યા છે.