ટૂ-વીલર ચલાવતી વખતે હેલ્મેટ આપણને સુરક્ષિત રાખે છે પરંતુ કેટલીક વાર તેને પહેરતી વખતે લોકોને પરેશાની થાય છે. હેલ્મેટ પહેર્યા બાદ લાગનાર ગર્મી એક મોટો પ્રોબલેમ છે. જો કે બેંગલુરૂના એક મેકેનિકલ એન્જિનિયરે તમારી આ મુશ્કેલીનો હલ કાઢ્યો છે. આ એન્જિનિયરે એક ખાસ એવી હેલમેટ બનાવી છે જેને ટૂ-વીલર ચલાવતી વખતે તમારૂ માથુ ઠંડુ રહેશે.
એક મલ્ટીનેશનલ કંપનીના ડાયરેક્ટર એન્જિનિયર સંદીપ દહિયાને યૂઝર ફ્રેંડલી પ્રોડક્ટ બનાવવાનો શોક છે. આવુ હેલમેટ તૈયાર કરવાના ચક્કરમાં તેમના ઘરનું ગેરેજ વર્કશોપમાં બદલ્યું હતુ. સંદિપે સાડા ચાર વર્ષમાં 8 અલગ અલગ મોડલ ડિઝાઈન કરી ત્યાર બાદ પરફેક્ટ એસી હેલ્મેટ બનાવ્યું. તેમણે આને વાતાનુકૂલ નામ આપ્યુ છે. આ એસી હેલ્મેટ બાઈકની બેટરીથી સપ્લાય થનાર ડીસી પાવર પર કામ કરે છે. કૂલિંગ ઈફેક્ટ માટે કોઈ અન્ય એક્સટર્નલ એનર્જીની આવશ્યક્તા નથી.
સંદીપ ટૂ-વીલર ચલાવતી વખતે આ એસી હેલ્મેટને પહેરી પોતાના ઘરેથી ઓફિસ જાય છે. તે એક મહિનાથી આ ખાસ હેલ્મેટની ટેસ્ટિંગ કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે કેટલાંય લોકો મને પુછે છે કે મેં પોતાની પીઠ પર શું પહેર્યું છે ત્યારે હું જણાવુ છુ કે આ એસી હેલ્મેટ છે તો લોકો હેરાન રહી જાય છે.