આંધ્રપ્રદેશના એક મંત્રીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં મંત્રીની પત્ની પોલીસકર્મીને ઠપકો આપતા અને ગુસ્સો કરતાં જોવા મળે છે. ઠપકો આપતાં મંત્રીની પત્ની પોલીસવાળાને પૂછતી જોવા મળે છે કે તમને પગાર કોણ આપે છે? એવું કહેવામાં આવી રહ્યું છે કે પોલીસકર્મીએ મંત્રીની પત્નીને રાહ જોવડાવી અને ત્યારબાદ તેણે પોલીસકર્મીને ઠપકો આપ્યો.
આ સમગ્ર મામલે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. બીજી તરફ આ મામલાની જાણકારી મળ્યા બાદ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ મહિલાના પતિ અને મંત્રી સાથે આ અંગે વાત કરી હતી, ત્યારબાદ મંત્રીએ પત્ની વતી માફી માંગી હતી.
અહેવાલો અનુસાર આંધ્રપ્રદેશના મંત્રી મંડીપલ્લી રામાપ્રસાદ રેડ્ડીની પત્ની હરિતા રેડ્ડી કેમેરામાં એસઆઈને ઠપકો આપતી જોવા મળી હતી. વાયરલ વીડિયોમાં તે સબ ઈન્સ્પેક્ટર રમેશને ઠપકો આપતા દેખાઈ રહ્યા છે. વીડિયોમાં હરિથા રેડ્ડી પોલીસકર્મી રમેશને પૂછતા જોવા મળે છે કે શું હજુ સવાર નથી થઈ? વીડિયોના અંતમાં સબ-ઇન્સ્પેક્ટર હરિતા રેડ્ડીને સલામ કરતા જોવા મળ્યા હતા. આ સમગ્ર મામલા વિશે જાણ્યા બાદ YSR કોંગ્રેસે હરિતા રેડ્ડીના આ વીડિયોની ટીકા કરી છે.
આ ઘટના અન્નમૈયા જિલ્લાની જણાવવામાં આવી રહી છે. આ ઘટના ત્યારે બની જ્યારે હરિતા રેડ્ડી એક સ્થાનિક કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. વીડિયોમાં કારની આગળની સીટ પર બેઠેલી હરિતાને લગભગ 30 મિનિટ સુધી રમેશની રાહ જોવી પડી હતી. રમેશ હરિતા પાસે પહોંચ્યો ત્યારે તેણે પૂછ્યું કે હજુ સવાર થઈ છે? તમે લગ્ન માટે આવ્યા છો કે ફરજ પર? અડધો કલાક તારી રાહ જોઈ, તને પગાર કોણ આપે? સરકાર કે YSRCP? એવું કહેવામાં આવી રહ્યું છે કે મંત્રીની પત્ની એસઆઈને ગાળો ભાંડતી રહી અને તે ચૂપચાપ આ બધું સાંભળતો રહ્યો. દરમિયાન કોઈએ આ સમગ્ર ઘટનાનો વીડિયો કેદ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો હતો.