હાથરસમાં એક સત્સંગ દરમ્યાન ભાગદોડ મચી જવાથી અત્યાર સુધીમાં 100 લોકોના મોત થઈ ગયા છે. તેમાં મોટી સંખ્યામાં મહિલાઓ છે. મૃતકોની સંખ્યા સતત વધતી જાય છે. ઘટના બાદ ચારેતરફ ચિસો સાંભળવા મળતી હતી. પોલીસ પ્રશાસન રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે. સૂચના મળ્યા બાદ ઘટનાસ્થળ પર પ્રશાસનિક અધિકારી રવાના થઈ ગયા છે.હાથરસની ઘટના પર મુખ્યમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું છે અને તપાસના આદેશ આપ્યા છે.
તથા મૃતકોને 2-3 લાખ રૂપિયા અને ઘાયલોને 50-50 હજારની આર્થિક મદદ કરવાના નિર્દેશ આપ્યા છે. કાર્યક્રમ આયોજકો વિરુદ્ધ ફરિયાદ કરવા અને મોટી કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.
The Prime Minister Shri @narendramodi Ji has announced an ex-gratia of Rs. 2 lakh from PMNRF for the next of kin of each deceased in the mishap in Hathras. The injured would be given Rs. 50,000.
— PMO India (@PMOIndia) July 2, 2024
પ્રધાનમંત્રી મોદીએ હાથરસમાં થયેલી ઘટનાને લઈને સંવેદના વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રીએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલી જવાબ આપતી વખતે કહ્યું કે, ચર્ચાની વચ્ચે મને હાલમાં એક દુખદ સમાચાર મળ્યા છે. ઉત્તર પ્રદેશના હાથરસમાં એક કાર્યક્રમમાં ભાગદોડ મચી જવાથી કેટલાય લોકોના દુખદ મોતની સૂચના આવી રહી છે. હું મૃતકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરુ છું. તથા તમામ ઘાયલોને જલ્દી ઠીક થાય તેવી કામના કરુ છું.
હાથરસ જિલ્લાના સિકંદરારાઉ વિસ્તારમાં આયોજીત એક સત્સંગ કાર્યક્રમમાં મંગળવારે ભાગદોડ મચી ગઈ, જેમાં 50-60 લોકોના મોત તથા મોટી સંખ્યામાં ઘાયલ થયા છે. પોલીસે આ જાણકારી આપી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકારની દેખરેખમાં પ્રશાસન રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. કેન્દ્ર સરકારના સિનિયર અધિકારી ઉત્તર પ્રદેશ સાથે સતત સંપર્કમાં છે. હું આ સદન દ્વારા તમામને વિશ્વાસ અપાવું છું કે, પીડિતોને દરેક સંભવ મદદ આપવામાં આવશે.
પ્રધાનમંત્રી મોદીએ હાથરસમાં થયેલી દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને પ્રધાનમંત્રી રાહત કોષમાંથી 2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ઘાયલોને 50,000 રૂપિયા આપશે.