સી.આઇ.ડી. ક્રાઇમની મહિલા પોલીસકર્મીને આજે જામીન મુક્ત કરવામાં આવ્યા

Spread the love

ભચાઉ નજીકપોલીસના વાહનોમાં ટક્કર મારી પોલીસકર્મીઓને મારી નાખવાના ઇરાદે કરાયેલા હુમલાના પ્રકરણમાં સી.આઇ.ડી. ક્રાઇમની મહિલા પોલીસકર્મીને આજે જામીન મુક્ત કરવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં પોલીસ સેશન્સ કોર્ટમાં જશે તેવું જાણવા મળ્યું હતું. ભચાઉ નજીકપોલીસના બે વાહનમાં ટક્કર મારી અન્ય પોલીસ કર્મીઓને મારી નાખવાના ઇરાદે થાર ગાડી ચડાવવાના પ્રકરણમાં પોલીસે બુટલેગર યુવરાજસિંહ જાડેજા અને સી . આઇ . ડી . ક્રાઇમના મહિલા પોલીસકર્મી નીતા ચૌધરીની ધરપકડ કરી હતી . આ પ્રકરણમાં પોલીસે હત્યાની કોશિશ અને દારૂ અંગે બે જુદા જુદા ગુના નોંધ્યા હતા . આ બનાવમાં પોલીસે આરોપીના રિમાન્ડની માંગ કરતાં તે નકારી દઇ ? બંને આરોપીને જેલભેગા કરાયા હતા . દરમ્યાન , મહિલા પોલીસકર્મી નીતા ચૌધરીએ ભચાઉની કોર્ટમાં જામીન મેળવવા માટે અરજી કરી હતી , જે અંગે આજે સુનાવણી કરવામાં આવી હતી , જેમાં બંને પક્ષને સાંભળ્યા બાદ ન્યાયાધીશે મહિલા પોલીસકર્મીના જામીન મંજૂર કર્યા હોવાનું સરકારી વકીલ દિલીપ વિઠલાણીએ જણાવ્યું હતું . આરોપી પોલીસકર્મી મહિલા છે , સંતાનના માતા છે , કોઇ રોલ નથી વગેરે રજૂઆતનાં પગલે જામીન અપાયા હતા . તપાસકર્તા ભચાઉના પી . આઇ . એસ . ડી . સિસોદિયાનો સંપર્ક કરતાં પોતે આ અંગે હજુ કોઇ સોગંદનામું રજૂ કર્યું નથી , મને આ અંગે કોઇ નોટિસ નથી આવી , આઇ . ઓ . ને સાંભળવામાં નથી આવ્યા તેવું તેમણે જણાવ્યું હતું .

હત્યાની કોશિશના આ પ્રકરણમાં બુટલેગર યુવરાજસિંહે હજુ જામીન માટે અરજી કરી નથી . બીજીબાજુ આ બંને વિરુદ્ધ દારૂ અંગે અલગથી ગુનો નોંધાયો છે જેમાં આવતીકાલે તેમને કોર્ટમાં રજૂ કરાશે . આ કેસ અંગે કોર્ટની વેબસાઇટમાં તપાસ કરાતાં આજે જ જામીન અરજી થઇ હતી અને આજે જ તેમાં સુનાવણી કરી ચુકાદો આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું . બીજીબાજુ સરકારી વકીલે સરકાર તરફે જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ જવાનું જણાવ્યું હતું .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com