કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દિલ્હીમાં શ્રમિકો સાથે મુલાકાત કરી અને તેમની સમસ્યાઓ જાણી હતી. આ સમયગાળા દરમિયાન તેમણે મજૂરો સાથે કામ પણ કર્યું.વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગુરુવારે (4 જુલાઈ) દિલ્હીના GTB નગરમાં કામ કરતા શ્રમિકો સાથે મુલાકાત કરી હતી.
કોંગ્રેસે સત્તાવાર એક્સ-હેન્ડલ પર તની તસવીરો શેર કરી છે. જેમાં નેતા વિપક્ષ રાહુલ ગાંધી મજૂરો સાથે કામ કરતા જોવા મળે છે.
આ પહેલા પણ રાહુલ ગાંધી ઘણી વખત અચાનક સ્ટ્રીટ વેન્ડર્સની મુલાકાત લઈ ચૂક્યા છે.
રાહુલ ગાંધીનો ફોટો શેર કરતા કોંગ્રેસે લખ્યું, “આજે વિપક્ષના નેતા રાહુલ ગાંધી જીટીબી નગરમાં કામદારોને મળ્યા અને તેમની સમસ્યાઓ સાંભળી. આ મહેનતુ કામદારો ભારતની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે. તેમના જીવનને સરળ બનાવવા અને ભવિષ્યને સુરક્ષિત કરવાની જવાબદારી અમારી છે.
2024ની લોકસભા ચૂંટણી માટેના તેમના ઢંઢેરામાં કોંગ્રેસે લેબર અને કેપિટલ વચ્ચે સંતુલન પુનઃસ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે ઔદ્યોગિક અને શ્રમ કાયદાઓમાં સુધારો કરવાનું વચન આપ્યું હતું.
આ ઉપરાંત કોંગ્રેસે મનરેગાનું વેતન વધારીને 400 રૂપિયા પ્રતિ દિવસ કરવાનું વચન પણ આપ્યું હતું.