ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારમાં આગામી દિવસોમાં મંત્રી મંડળમાં મોટા ફેરફારો આવી રહ્યા છે. લગભગ 7થી 8 જેટલા કેબિનેટ કક્ષાના મંત્રીઓના પત્તા કપાઇ શકે છે. અને કેટલાંક ધારાસભ્યોને મંત્રી મંડળમાં ચાન્સ મળી શકે છે.
હાલના જે મંત્રીઓના નામ કપાવવાની ચર્ચા ચાલી રહી છે, તેમાં કનુ દેસાઇ, રાઘવજી પટેલ, કુંવરજી બાવળિયા, બળવંતસિંહ રાજપૂત, ભાનુ બાબરિયા, કુબેર ડિંડોર અને મુકેશ પટેલનો સમાવેશ થાય છે.તેની સામે જયેશ રાદડીયા, રમણલાલ વોરા, અર્જૂન મોઢવાડિયા, સી.જે.ચાવડા, જીતુ ચૌધરી, હીરા સોંલકી અને નિમિષા સુથાર સામેલ થઇ શકે છે.
હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્માને રાજ્યકક્ષાના મંત્રીમાંથી પ્રમોશન મળીને કેબિનેટ કક્ષાનું મંત્રી પદ મળી શકે છે. રથયાત્રા 7 જુલાઇએ પતે પછી મંત્રી મંડળમાં ઓપરેશન થશે.