સાઉથના સોંગ પર ફ્લાઈટમાં મહિલાએ ઠુમકા લગાવ્યાં, મુસાફરો ગુસ્સે ભરાયા, જુઓ વિડીયો..

Spread the love

સોશિયલ મીડિયાના જમાનામાં રીલ્સનો રાફડો ફાટયો છે. રિલ્સ અને વિડિયોના શોખીન ગમે તે પબ્લિક પ્લેસના લોકેશન પર વીડિયો બનાવવા મંડી પડતા હોય છે. જેમાં રેલવે સ્ટેશન, મેટ્રો, બસ સ્ટેશન, અને એરપોર્ટ પર પણ ડાન્સ કરતા હોવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. તેવામાં એક મહિલાનો વીડિયો સામે આવ્યો છે જેમાં તે ફ્લાઇટમાં ડાન્સ કરી રહી છે. તેના આ વાયરલ વીડિયોમાં અનેક પ્રતિક્રિયાઓ આવી છે.જેમાં અનેક લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી.

સલમા શેખ નામની મહિલાના એકાઉન્ટમાંથી આ વીડિયો શેર થયો છે. જેમાં તે મહિલા સાઉથના કોઈ સોંગ પર ફ્લાઈટમાં ઠુમકા લગાવી રહી છે. આ વીડિયોમાં મહિલાએ બ્લેક કલરની સાડી પહેરેલી જોવા મળી રહી છે. વાયરલ વીડિયોને અત્યાર સુધી 17000 થી વધી લાઈક્સ મળી ચૂકી છે. તો 1.7 મિલિયન લોકો આ વીડિયોને જોઈ ચૂક્યા છે. જેમાં અનેક લોકોએ નેગેટિવ રીમાર્ક્સ લખ્યા હતા.

આ વીડિયો પર યુઝરે લખ્યું હતું કે, મે એટલે જ ઇન્ડિગોમાં જવાનું બંદ કરી દીધું છે. બીજાએ તેને નોન્સેન્સ ગણાવ્યું હતું. તો અન્ય એક યુઝરે આને ચીપ બિહેવ કહ્યું હતું. એક યુઝરે મજાકમાં લખ્યુ કે, મને આ મહિલાનો 5 ટકા કોન્ફિડન્સ જોઈએ છે. તો ફ્લાઈટમાં કોણ વીડિયો શૂટ કરવાની પરમિશન આપી છે તેને લઇ પણ સવાલ ઉઠ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *