યુપીના હાથરસ નાસભાગમાં ચર્ચાની એરણે ચઢેલા ભોલે બાબાના કપાટમાંથી એક પછી હાડપિંજરો બહાર આવી રહ્યાં છે. બાબાઓના કિસ્સામાં જેમ હંમેશા બને છે તેવી જ રીતે ભોલે બાબાના કેસમાં ‘શરાબ અને શબાબ’વાળી કહાની સામે આવી છે.
બાબાના કેટલાક ફોટા અને જૂના વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં તે નાની છોકરીઓથી ઘેરાયેલા જોવા મળી રહ્યાં છે.
બાબાને નાની વયની કિશોરીઓનો સંગ ખૂબ ગમતો હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. એક ફોટામાં બાબા સફેદ સૂટ બૂટ અને ડાર્ક ચશ્મા પહેરેલા જોવા મળી રહ્યા છે અને તેમની આસપાસ કેટલીક યુવતીઓ ઊભી છે.
બાબાના આશ્રમને લઈને મોટો ખુલાસો થયો છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર આશ્રમમાં એક સિક્રેટ રૂમ હતો. ત્યાં માત્ર 7 લોકોને જ જવા દેવામાં આવ્યા હતા. આ સાત લોકોમાં બાબાના નજીકના સેવકો અને કેટલીક મહિલાઓનો સમાવેશ થાય છે. તેમના સિવાય આ રૂમમાં અન્ય કોઈ પ્રવેશી શક્યું ન હતું. બાબા આશ્રમમાં મહિલાઓ માટે ખાસ દરબાર લગાવતા હતા. આ દરબારમાં તેઓ પોતાને કૃષ્ણના અવતાર તરીકે રજૂ કરતા હતા અને યુવતીઓ ગોપી બનીને રાસગાન કરતી હોવાનું પણ કહેવાઈ રહ્યું છે.
ભોલે બાબા પર આરોપ છે કે તે સિગારેટ પીવાનો અને દારૂ પીવાનો શોખીન છે અને સિક્રેટ રુમમાં છોકરીઓ રાખતો હતો. મહેલ જેવા આશ્રમમાં પબ, નાઈટ બાર અને સ્પા સેન્ટર હોવાનું પણ જણાવાઈ રહ્યું છે.
ભોલે બાબા રાજસ્થાનના પેપર લીક માફિયા સાથે સંકળાયેલા હોવાનું પણ કહેવાય છે. પેપર લીક માફિયા જેની સાથે ‘ભોલે બાબા’ જોડવામાં આવ્યા છે તેનું નામ હર્ષ વર્ધન છે.