ભેંસાણના સુપ્રસિદ્ધ તિર્થક્ષેત્ર પરબધામ ખાતે 7 જુલાઈ રવિવારે અષાઢી બીજ મહોત્સવની ઉજવણી કરાશે. જેમાં પોલીસ બંદોબસ્તના નિરિક્ષણ માટે જૂનાગઢના SP હર્ષદ મહેતા ઓચિંતા પહોંચ્યા હતા. જ્યાં રિપોર્ટિંગ 30 પોલીસમેનની ગેરહાજરી જણાતા તમામ ગેરહાજરને રૂપિયા 5-5 હજારનો દંડ ફટકાર્યો હતો.
અષાઢી બીજ નિમિત્તે પરબધામના સાનિધ્ય આયોજિત લોકમેળામાં ધારણાથી પણ વધુ ભાવિકો ઉમટી પડે તેવી શક્યતા હોય કાયદો વ્યવસ્થા, સુરક્ષા જળવાઈ રહે તે માટે ડીવાયએસપી હિતેશ ધાંધલ્યા, નિકિતા શિરોયા, PI એન.એલ. પાંડોર ઉપરાંત તો 12 PSI, 201 પોલીસ જવાનો અને SRPની 1 કંપનીના જવાનોનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બીજી તરફ અષાઢી બીજ મહોત્સવની ઉજવણીની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. રવિવારે સવારે 7:30 કલાકે મહંત કરસનદાસબાપુ ગુરુ સેવાદાસબાપુના હસ્તે નિશાન પૂજન અને ધ્વજારોહણ બાદ લોકમેળો ખુલ્લો મુકવામાં આવશે.