આગામી 5 વર્ષમાં સહકારનો એવો મજબૂત પાયો નખાશે જેથી આગામી 125 વર્ષ સુધી સહકાર દરેક ગામ અને ઘર સુધી પહોંચે : અમિતભાઈ શાહ

Spread the love


ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસના ઉપલક્ષ્યમાં ‘સહકાર થી સમૃદ્ધિ‘ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે શ્રી અમિતભાઈ શાહે રાજ્ય સરકારની AGR-૨ યોજના અંતર્ગત ખેડૂતોને નેનો તરલ યુરિયા અને નેનો તરલ ડીએપીમાં ૫૦% સબસિડીની યોજનાનો પ્રારંભ કરાવી નેનો ઉર્વરક કીટનું વિતરણ કરી ખેડૂતોને તેનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યા હતાં. તેઓએ નેશનલ કો. ઓપ. ઓર્ગેનિકસ લિ. અંતર્ગત ભારત ઓર્ગેનિકસના પોષકતત્વોથી ભરપૂર ઓર્ગેનિક લોટનું લોન્ચિંગ તેમજ વર્ચ્યુઅલ માધ્યમથી દિલ્હીના મયુર વિહાર સ્થિત અમૂલના સૌપ્રથમ ઓર્ગેનિક શોપનું ઉદ્ઘાટન કરી નાગરિકોને આ ગુણવત્તાયુક્ત એકમોનો મહત્તમ લાભ લેવા માટે અપીલ કરી હતી.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે ગુજરાત તેમજ દેશભરમાંથી પધારેલા વિવિધ સહકારી ક્ષેત્રના પ્રતિનિધિઓ સહિત સહકાર ક્ષેત્ર સાથે સંકળાયેલા પ્રત્યેક કાર્યકર્તાને આંતરરાષ્ટ્રીય સહકારીતા દિવસની હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવી હતી. શ્રી શાહે જનસંઘના સંસ્થાપક ડો. શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે દેશ માટેના અમૂલ્ય યોગદાનનું સ્મરણ કરી મનપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને જણાવ્યું હતું કે, તેઓએ ‘એક દેશ મે દો વિધાન, દો પ્રધાન, દો નિશાન નહી ચેલેંગે‘ ના નાદ સાથે કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ બનાવવા આંદોલનનું નેતૃત્વ કરી લડત આપી પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર થઈ, ડો. શ્યામા પ્રસાદ મુખર્જીનું સ્વપ્ન પૂર્ણ થયું. આજે કાશ્મીરમાં શાનથી તિરંગો લહેરાઇ રહ્યો છે. શ્રી શાહે બાબુ જગજીવન રામની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ પાઠવી સામાજિક સમરસતા અને ધર્મપરિવર્તનના વિરોધ અંગે તેઓના યોગદાનને બિરદાવ્યું હતું.

શ્રી શાહે જણાવ્યું હતું કે, દેશમાં સ્વતંત્ર સહકાર મંત્રાલયની વર્ષોથી માંગ હતી પરંતુ કોંગ્રેસના આકાઓને તેની જરૂરિયાત મહેસૂસ નહોતી થતી પરંતુ મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને ત્રિભોવનભાઈ પટેલની ધરતી ગુજરાતથી આવેલા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૬ જુલાઈ ૨૦૨૧ ના રોજ સ્વતંત્ર સહકાર મંત્રાલયની સ્થાપના કરી દેશ માટે મહત્વનું કાર્ય કર્યું. શ્રી શાહે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના સહકાર થી સમૃદ્ધિના મંત્રને સાકાર કરવા ટીમ વર્ક સાથે સહકારિતાને દેશના અર્થતંત્રનો મજબૂત સ્તંભ બનાવી ગ્રામીણ નાગરિકોના જીવનમાં સુવિધા, સમૃદ્ધિ અને આત્મવિશ્વાસ જગાવી સહકારિતા ચળવળને આગળ ધપાવવા આહ્વાન કર્યું હતું.

શ્રી શાહે કહ્યું કે, Co-operation amongst Co-operatives (સહકારી સંસ્થાઓ વચ્ચે પરસ્પર સહકાર) થકી દેશનું સહકારી માળખું મજબૂત અને આત્મવિશ્વાસથી ભરપૂર બનાવવા દેશની વિવિધ સહકારી સંસ્થાઓએ સહકારી બેંકમાં જ સંસ્થાનું બેંક ખાતુ ખોલાવી તેમાં જ રકમ જમા કરાવવાની દિશામાં આગળ વધવું જોઈએ જેનાથી સહકાર ક્ષેત્રના નાણાં સહકાર ક્ષેત્રમાં જ રહે અને સહકાર ક્ષેત્રની તાકાત વધે. બનાસકાંઠા અને પંચમહાલમાં પાયલોટ પ્રોજેક્ટ થકી રૂ.૭૮૫ કરોડની ડિપોઝિટ વધારવામાં સફળતા પ્રાપ્ત થઈ છે.

શ્રી શાહે જણાવ્યું હતું કે, ૧૨૫ વર્ષ જૂના દેશના સહકારિતા આંદોલને દેશના અનેક ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ગ્રામીણ અને કૃષિ અર્થવ્યવસ્થામાં પણ સહકાર ક્ષેત્રનું મહત્વપૂર્ણ યોગદાન રહેલું છે. નાફેડ, ઇફકો, અમુક, ક્રિભકો સહિત દેશની અનેક સહકારી સંસ્થાઓ વિશ્વભરમાં પ્રસિદ્ધ થઈ છે. દેશમાં સહકાર ક્ષેત્રનો કૃષિ ઋણ વિતરણમાં ૨૦%, ફર્ટિલાઇઝરમાં ૩૫%, ઘઉં ખરીદીમાં ૧૩%, ખાંડમાં ૩૧% અને ધાન ખરીદીમાં ૨૦% જેટલો ફાળો છે. સહકારિતાના માધ્યમથી કેન્દ્ર સરકાર મકાઈનું ઉત્પાદન કરતા ખેડૂતોની સમૃદ્ધિ વધે તે માટે MSP થી મકાઈની ઓનલાઈન માધ્યમથી ખરીદી કરી તેમાંથી ઇથેનોલ બનાવવામાં આવશે. જેનાથી ખેડૂતની સમૃદ્ધિ પણ વધશે અને પેટ્રોલની આયાત ઓછી થશે. આજ પ્રમાણે વિવિધ દાળોની પણ MSP થી ખરીદી કરાશે.

શ્રી શાહે વધુમાં કહ્યું હતું કે, દેશના ૩૦ કરોડ નાગરિકોને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં છેલ્લા દસ વર્ષમાં આવાસ, વીજળી, શૌચાલય, પાણી, અનાજ, ગેસ સિલિન્ડર સહિત વિવિધ પાયાની સુવિધાના લાભ મળ્યા છે. સહકારિતા થકી વિકાસનું મોટું ઉદાહરણ અમુલ છે જેમાં ૩૫ લાખથી વધુ બહેનો ૧૦૦ રૂપિયા નિવેશ કરી રૂ.૬૦,૦૦૦ કરોડનો વ્યાપાર કરે છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સહકાર થી સમૃદ્ધિ મંત્ર પાછળ આઝાદીના 75 વર્ષ પછી દેશના કરોડો ગ્રામીણ નાગરિકોના જીવનમાં આત્મવિશ્વાસ, ખુશી અને સમૃદ્ધિ લાવવાનો ઉમદા હેતુ છે. દેશભરમાં ૨ લાખ નવા PACS નો લક્ષ્યાંક રાખી સરકાર કાર્ય કરી રહી છે. આવનારા ૫ વર્ષમાં સૌએ સાથે મળી દેશની પ્રત્યેક પંચાયતમાં બહુ આયામી પેક્સ બનાવવા માટે કાર્ય કરવાનું છે. પેક્સના મોડેલ બાયલોઝને કાશ્મીરથી કન્યાકુમારી અને આસામથી દ્વારકા સુધી તમામે સ્વીકાર્યા છે. ડેરી, ભંડારણ, સસ્તા અનાજની દુકાન, સસ્તી દવાઓ, ફર્ટીલાઇઝર, પેટ્રોલ પંપ, CHC, રેલવે- એર બુકિંગ સહિત અનેક બાબતોને પેકસમાં આવરી લેવામાં આવી છે. બહુઆયામી પેકસ ના નિર્માણમાં ગુજરાત મોડલ બની દેશનું માર્ગદર્શન કરી શકે છે.

શ્રી શાહે જણાવ્યું હતું કે ત્રણ મલ્ટી સ્ટેટ કો. ઓપ. સોસાયટી નેશનલ કો. ઓપ. ઓર્ગેનિકસ લિ., નેશનલ કો. ઓપ. એક્સપોર્ટ લિ. અને ભારતીય બીજ સહકારી સમિતિ લિ. ના સહયોગથી કૃષિ ક્ષેત્રની વિવિધ તકલીફો દૂર થશે, ખેડૂતોની સમૃદ્ધિ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આગામી એક મહિનામાં નવી સહકારિતા નીતિ દેશ સમક્ષ જાહેર કરાશે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સુગર મીલોના વર્ષોથી બાકી ૧૫ હજાર કરોડ રૂપિયાના IT કલેઇમને કાનૂન બનાવી નીરસ્ત કરવાનું કાર્ય કર્યું છે. સહકારી બેન્કો માટે વ્યક્તિગત આવાસ ઋણની સીમા બે ગણી કરવામાં આવી છે તેમજ આયકર લાભ અને રોકડ ઉપાડવાની સીમા પણ વધારાઈ છે.

આ તકે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, વિશ્વ નેતા અને યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સહકાર ક્ષેત્રની મહત્વતા સમજીને આઝાદીના દશકો બાદ ૬ જુલાઈ ૨૦૨૧ ના રોજ સહકાર મંત્રાલયની સ્થાપના કરી. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના દૃષ્ટિવંત નેતૃત્વમાં સહકાર મંત્રાલય સહકાર ક્ષેત્રે નવા કીર્તિમાન સ્થાપવા પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનથી દેશભરમાં સહકાર ક્ષેત્રે ગુજરાતે અગ્રગણ્ય સ્થાન પ્રાપ્ત કર્યું છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની ત્રીજી ટર્મમાં ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનવા તરફ આગેકૂચ કરી રહ્યું છે ત્યારે બેટર ફ્યુચર ઓફ ઓલ ની નેમ સાથે સહકાર ક્ષેત્રે નવી પહેલોનો આરંભ થવાનો છે.

આજના આ સહકાર થી સમૃદ્ધિ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રીશ્રી મુરલીધર મોહોર, વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેનશ્રી શંકરભાઈ ચૌધરી, રાજ્ય સરકારના મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા, રાષ્ટ્રીય સહકારી સંઘના અધ્યક્ષ અને ઇફકોના ચેરમેનશ્રી દિલીપ સંઘાણી, નાફેડના અધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ, ક્રીભકોના ચેરમેનશ્રી ચંદ્રપાલ સિંહ, અમૂલના ચેરમેન શ્યામલભાઈ પટેલ, GSC બેંકના ચેરમેનશ્રી અજયભાઈ પટેલ, ગુજરાત અર્બન કો. ઓપ. બેંક ફેડરેશનના અધ્યક્ષશ્રી જ્યોતિન્દ્ર મહેતા, NDDB ચેરમેન ડો; મિનેશ શાહ, વિવિધ સહકારી સંસ્થાઓના અગ્રણી પદાધિકારીઓ તેમજ દેશભરની સહકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com