સેનામાં અધિકારી બનવાનું સપનું જોતા હોય તો, 4 ઓગસ્ટ કે તેની પહેલા અરજી કરી શકો છો, પરીક્ષા નહીં આપવી પડે

Spread the love

ભારતીય સેનામાં અધિકારી તરીકે નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે ઉત્તમ તક છે. સેનાના સશસ્ત્ર દળમાં તબીબી સેવા (AFMS) અંતર્ગત 450 શોર્ટ સર્વિસ કમિશન મેડિકલ ઓફિસર (SSC-MO)ની જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. આ જગ્યાઓ સંબંધિત લાયકાત ધરાવતા ઉમેદવાર ભારતીય સેનાની સત્તાવાર વેબસાઇટ amcsscentry.gov.inના માધ્યમથી ઓનલાઇન અરજી કરી છે.

જો તમે પણ સેનામાં અધિકારી બનવાનું સપનું જોતા હોય તો, 4 ઓગસ્ટ કે તેની પહેલા અરજી કરી શકો છો. આ ભરતી દ્વારા કુલ 450 જગ્યાઓ પર નિમણુંક કરવામાં આવશે. જે ઉમેદવાર આ જગ્યાઓ માટે અરજી કરવા માંગે છે તેઓ સૌપ્રથમ નીચે આપેલી વિગતો ધ્યાનથી વાંચી લો.

મેડિકલ અધિકારી (MO)ની કુલ જગ્યા – 450
પુરુષ ઉમેદવારની સંખ્યા – 338
મહિલા ઉમેદવારોની સંખ્યા – 112

ભારતીય સેનાના સશસ્ત્ર સેના તબીબી સેવાએ શોર્ટ કમિશન અંતર્ગત મેડિકલ ઓફિસર (MO)ની જગ્યાઓ પર જે ઉમેદવાર અરજી કરી રહ્યાં છે. તેની પાસે કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી કે, સંસ્થાનમાંથી એમબીબીએસ કે પીજીની ડિગ્રી હોવી જોઈએ.

ભારતીય સેનાની આ જગ્યાઓ માટે જે ઉમેદવાર અરજી કરી રહ્યાં છે, તેમાં MBBS/PG ડિગ્રી વાળાની વધુમાં વધુ વય મર્યાદા 30 વર્ષ અને પીજી ડિગ્રી વાળાની વધુમાં વધુ મર્યાદા 35 વર્ષ હોવી જોઈએ.

જે ઉમેદવાર આ જગ્યાઓ માટે અરજી કરવાનું વિચારી રહ્યાં છે, તેને અરજી ફી તરીકે 200 રૂપિયા ચૂકવવા પડશે. અરજી ફીની ચૂકવણી આપવામાં આવેલા ગેટવે માધ્યમથી ઓનલાઇન કરવાની રહેશે.

જે ઉમેદવારોની આ જગ્યાઓ માટે પસંદગી થશે પ્રતિ મહિને 85,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે.

નોટિફિકેશન અને અરજી માટેની લિંક

Indian Army AFMS SSC MO Recruitment 2024 Notification
Indian Army AFMS Recruitment 2024 અરજી કરવા માટેની લિંક

જે ઉમેદવાર આ જગ્યાઓ માટે અરજી કરવા માંગે છે. તેની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. તેમજ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com