થોડાં સમય પહેલા રાજકોટમાં એક ધનાઢ્ય પરિવારે પૈસા માટે વહુની આબરુ લીલામ કરી નાખી હતી. સાસરિયાનો મોટો અશ્લિલ કાંડ સામે આવ્યો હતો જેમાં સાસરિયાં વહુને અશ્લિલ વીડિયો બનાવીને પૈસા કમાવાનું દબાણ કરતાં હતા, રાજકોટને મળતો આવતો એક બીજો કિસ્સો આજે બન્યો છે.
અહીંની એક મહિલાએ પોલીસ ફરિયાદમાં સાસરિયા સામે અત્યંત વિકૃત અને ભારે આઘાતના આરોપો કર્યાં છે. સમાજમાં કેટલાક એવા લોકો છે જેમના કામો ગળા હેઠે ઉતરતાં નથી અને દરેક સંસ્કારી સમાજ તેમના કાર્યોથી શરમ અનુભવે છે. એક રીતે સમાજમાં આવા લોકોને ‘કોષ્ઠરોગી’ ગણવામાં આવે છે. આ પરિવારના સભ્યોએ વહુને વૈશ્યાવૃતિ માટે દબાણ કર્યું અને જ્યારે તેણીએ ના પાડી તો તેઓએ તેણીને માર મારીને ઘરની બહાર ફેંકી દીધી. સાસરિયાઓ તરફથી થતી હેરાનગતિથી કંટાળીને મહિલા પોલીસમાં ગઈ છે.
સીતામઢીમાં રહેતી પરિણીતાએ પોલીસમાં આપેલી ફરિયાદમાં એવું કહ્યું કે તેના લગ્ન 21 જૂન 2021ના રોજ થયા હતા. લગ્ન વખતે સાસરિયાંને ઘણું દહેજ આપવામાં આવ્યું હતું પરંતુ તેમની વધુની માગ પૂરી થઈ શકે તેમ હોવાથી તેઓએ મને હેરાન કરવાનું શરુ કર્યું હતું.
મહિલાનો આરોપ છે દહેજ માટે સાસરિયા તેને વૈશ્યાવૃતિનું દબાણ કરતાં હતા. આનો વિરોધ કર્યો તો તેનો પતિ અને વહુ તેને માર મારતા હતા. હદ તો એ હતી કે તેને વેશ્યાવૃત્તિમાં ધકેલવા માટે તેને અશ્લીલ વીડિયો પણ બતાવવામાં આવ્યો હતો. પીડિતાનો આરોપ છે કે તેના પતિના નજીકના સંબંધીની પુત્રી સાથે પણ ગેરકાયદેસર સંબંધો છે. પતિ અનૈતિક સંબંધનો વીડિયો બનાવી તેના મોબાઈલમાં પોસ્ટ કરતો હતો. આ ઉપરાંત તેને વેશ્યાવૃત્તિ દ્વારા પૈસા કમાવવા માટે પણ કહેવામાં આવ્યું હતું. જ્યારે તેણે ના પાડી તો તેને ઘણા દિવસો સુધી ખાવાનું પણ આપવામાં આવ્યું ન હતું.