ગુજરાતના રાજકારણમાં ક્યારેક રાજકીય કદ્દ માટે તો ક્યારેક નેતાઓને સાચવવા માટે એક પદ આપવામાં આવે છે. તે છે રાજ્યના ડેપ્યુટી સી. એમનું પદ. હાલમાં ગુજરાતના રાજકારણમાં એવી ચર્ચા છે કે કુંવરજી બાવળિયાને રાજ્યના ડેપ્યુટી સી. એમ. બનાવવામાં આવે. અને જસદણ વિંછીયા પંથકના કોળી સમાજ અગ્રણીઓ દ્વારા દિલ્હી સુધી રજૂઆત કરાઈ છે.પરંતુ ગુજરાતની સ્થાપન બાદ ફક્ત 5 જ નાયબ મુખ્યમંત્રી બન્યા છે. તેમ પણ કોઈએ 5 વર્ષ પૂર્ણ કર્યા નથી.
ગુજરાતના રાજકારણમાં અત્યાર સુધીમાં 4 મુખ્યમંત્રીઓએ પોતાની સરકારમાં ડે. સીએમનું પદ આપયુ એમ પણ વર્ષ 1972માં ઘનશ્યામ પટેલની સરકારમાં એક સાથે બે નાયબ મુખ્યમંત્રીને સ્થાન આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ અત્યાર સુધીમાં ફક્ત 5 ડેપ્યુટી સીએમ ગુજરાતને મળ્યા છે.
ગુજરાતની સ્થાપના બાદ અત્યાર સુધીમાં ગુજરાતને કુલ 17 મુખ્યમંત્રી મળ્યા છે. ત્યારે બીજી તરફ જો નાયબ મુખ્યમંત્રીની વાત કરવામાં આવે તો ગુજરાતને ફક્ત 5 જ નાયબ મુખ્યમંત્રી મળ્યા છે. જેમાં વર્ષ 1972માં ઘનશ્યામ પટેલની સરકારમાં ચીમન પટેલ અને કાંતિલાલ ઘિયા આ બંને નેતાઓને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. પરંતુ સવા વર્ષમાં જ તેમને પદ છોડવું પડ્યું હતું. ત્યાર બાદ વર્ષ 1990માં ચીમનભાઈ પટેલની સરકારમાં કેશુભાઈ પટેલને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. પરંતુ તેમણે પણ 5 વર્ષ પૂરા કર્યા ન હતા. અને 7 મહિનામાંજ પદ પરથી હટી ગયા. વર્ષ 1994માં છબિલદાસ મહેતાની સરકારમાં 13 મહિના માટે નરહરિ અમીનને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. અને છેલ્લા રૂપાણી સરકારમાં નીતિન પટેલ બે અધૂરી ટર્મ માટે નાયબ મુખ્યમંત્રી રહ્યા. આમ ગુજરાતમાં અત્યાર સુધી એક પણ મુખ્યમંત્રી 5 વર્ષની ટર્મ પૂરી કરી શક્યા નથી.