વકફ જમીન કૌભાંડ : તપાસ આડી દીશામાં થઈ રહી હોવાનો મુસ્લિમ સમાજ દ્વારા આક્ષેપ

Spread the love

ભરૂચનાં વકફ જમીન કૌભાંડની તપાસ આડી દીશામાં થઈ રહી હોવાની બુમ મુસ્લિમ સમાજમાં ઉઠી રહી છે.કરોડો રૂપિયાનું કૌભાંડ હોવા છતાં અને કૌભાંડની યોગ્ય તપાસ થાય તો અબજોનું કૌભાંડ સામે આવે તેવી શક્યતા હોવા છતાં પીઆઈ કક્ષાના અધિકારીઓનો તપાસનાં નામે ઢાંકપીછોડો થઈ રહ્યો છે. પોલીસને આ પ્રકરણમાં ઝુબેર લુલાતની ઉલટ તપાસમાં રસ ન હોવાનું દેખાય રહ્યુ છે. માત્ર ઝુબેર જ નહીં આ પ્રકરણમાં ફરીયાદી એટલે કે સબ રજિસ્ટ્રાર, ઈધરા મામલતદાર, ઓપરેટરની ભૂમિકા પણ શંકાસ્પદ હોવા છતાં પોલીસ તપાસની રડારથી આ લોકો બચી રહ્યા છે.

અંકલેશ્વર તાલુકાની વકફ જમીન પ્રકરણમાં ટ્રસ્ટીઓને ગેરમાર્ગે દોરનાર તરીકે ઝુબેર લુલાત, ઈકબાલ દરૈયાના નામ સામે આવ્યા છે. આ કૌભાંડમાં ઝુબેર મહત્વની કડી હોવા છતાં પોલીસે તેનું સામાન્ય નિવેદન લીધુ છે. ટ્રસ્ટીઓએ પહેલાથી જ પોલીસ સમક્ષ કબુલ્યુ છે કે, તેમને ઓર્ડર આપનાર ઝુબેર લુલાત અને ઈકબાલ દરૈયા છે. હવે જમીન ખરીદનારા પૈકી કેટલાક એફડેવીટ કરી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપવા તૈયાર હોવા છતાં પોલીસ ઝુબેર લુલાતને છાવરી રહી છે. વકફની જમીનોનાં દસ્તાવેજો જે અરસામાં થયા તે સમયના ઝુબેર લુલાત, ઈકબાલ દરૈયા, સબ રજિસ્ટ્રાર, ઈધરા મામલતદાર, વકફની મિલ્કત ખરીદનાર અને ટ્રસ્ટીઓ આ તમામની કોલ ડીટેલ અને મોબાઈલ લોકેશન તપાસવામાં આવે તો તેમાં ઝુબેર લુલાત કેન્દ્રમાં આવે તેમ છે. પરંતુ પોલીસ ઝુબેર લુલાત આ કેસમાં ન આવે તેવા પુરતા પ્રયત્ન કરી રહી છે. આ પ્રકરણની તપાસમાં પોલીસ ઝુબેર લુલાત જે કહે તેની પર કોઈ કારણસર આંધળો વિશ્વાસ કરી રહી હોવાનું મુસ્લિમ સમાજમાં ગણગણાટ છે. આ ઉપરાંત હાઈકોર્ટના શરણે જનાર પીટીશનરો પણ ઝુબેર લુલાતના સંપર્કમાં હતાં કે નહીં તે તપાસ જરૂરી છે.

બીજી બાજુ આ વકફની જમીન પ્રકરણમાં દસ્તાવેજ વખતે 2015-16ના ઓર્ડર રજુ થયા હતાં. જ્યારે દસ્તાવેજ વર્ષ 2022-23માં થયા હતાં . વકફ બોર્ડના ઓર્ડર હોય સરકારની જ એક સંસ્થા હોવા છતાં સબ રજિસ્ટ્રારે 135 ડી ની નોટિસ પાઠવી ઓર્ડરની ખરાઈ કરી નથી. દસ્તાવેજની એન્ટ્રી વખતે ઈધરા મામલતદાર, સર્કલ ઓફિસર કે ઓપરેટરે પણ કોઈ કાળજી રાખી નથી. તો ખરેખર તો સબ રજીસ્ટ્રાર અને તેમનો તાબાનો સ્ટાફ શંકાના દાયરામાં આવે છે. એક આરોપી તરીકે સબ રજીસ્ટ્રાર પણ હોવો જોઈએ પણ તેને ફરીયાદી બનાવતી પોલીસ આ પ્રકરણમાં કેટલી યોગ્ય તપાસ કરશે તે સવાલ દરેક મુસ્લિમ બિરાદરના મનમાં ઉઠી રહ્યો છે.

વકફની જમીન ખરીદનાર અને હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરનાર પૈકી એક વ્યકિતએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યુ હતું કે, કોસમડીમાં ટ્ર્સ્ટીઓને ઓર્ડર આપનાર જ ઝુબેર લુલાત છે, તે આખા પ્રકરણનો મુખ્ય સુત્રધાર છે. કાપોદ્રા, કિચન કબાના, મકબુલ કાપડીયા સહીતની ઘણી મેટર એવી છે જેમાં ઝુબેર લુલાત સંડોવાયેલો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com