ભારતીય રિઝર્વ બેન્કે યૂપી અને બિહારમાં લોન આપવાને લઈને મોટા નિર્દેશ આપ્યા છે. કેન્દ્રીય બેન્કે કહ્યું કે, આ બંને રાજ્યોમાં લોન આપવાની સ્પીડ ઓછી કરવી પડશે, કેમ કે અહીં લોનનો ફુગ્ગો ફુટવાનો ડર છે. આરબીઆઈએ આ નિર્દેશ ખાસ કરીને માઈક્રોફાઈનાન્સ કંપનીઓને આપ્યા છે અને તેમને સચેત કર્યા છે કે જોખમનું યોગ્ય મેનેજમેન્ટ ન કર્યું તો, આવનારા સમયમાં નુકસાન થઈ શકે છે.ખાસ કરીને બિહારમાં માઈક્રોફાઈનાન્સ કંપનીઓને ઓછી લોન આપવાના નિર્દેશ આપ્યા છે.
આરબીઆઈની આ ચિંતા નકામી નથી. જો આપ બંને રાજ્યોમાં માઈક્રોફાઈનાન્સ કંપનીની લોનના આંકડા જોશો તો બધું સમજાઈ જશે. યૂપી અને બિહારમાં માઈક્રોફાઈનાન્સ કંપનીઓની કુલ લોનના 25.3 ટકા આપવામાં આવી છે. તેનો મતલબ એવો થાય છે કે, આ બંને રાજ્યોમાં કુલ લોનનો ચોથો ભાગ આપવામાં આવ્યો છે. ખાસ કરીને ઓછી આવકવાળી મહિલાઓને મોટી સંખ્યામાં લોન આપવામાં આવી છે. વર્ષ 2019 બાદથી યૂપી અને બિહારમાં માઈક્રોફાઈનાન્સ કંપનીઓની લોનનો દાયરો ઝડપથી ફેલાયો છે.
રિઝર્વ બેન્ક તરફથી હાલમાં જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર, બિહારમાં માઈક્રોફાઈનાન્સ કંપનીઓની કુલ લોનમાં 10.1 ટકા ભાગ એવા લોકોનો છે, જેમણે 3 જગ્યાએ લોન લઈ રાખી છે. તો વળી ચાર અથવા તેનાથી વધારે બેન્કોમાંથી લોન લેનારા લોકોની સંખ્યા 8.7 ટકા છે. યૂપીના મામલામાં આ આંકડો ક્રમશ: 7.7 ટકા અને 6.6 ટકા છે. જો તેનો રાષ્ટ્રીય આંકડો જોશો તો 7.8 ટકા અને 6.4 ટકા છે.
વર્ષ 2019 બાદ યૂપી અને બિહારમાં માઈક્રોફાઈનાન્સ કંપનીઓની લોનનો ગ્રોથ ઝડપથી વધી રહ્યો છે. આ બંને રાજ્યોમાં દેશના અન્ય રાજ્યોના તુલનામાં લોનનો ગ્રોથ ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે. ખાસ બિહારમાં, જ્યાં થોડા વર્ષ પહેલા સુધી ફક્ત 30 માઈક્રોફાઈનાન્સ કંપનીઓ હતી અને આજે આ ફીલ્ડના દરેક ખેલાડી આ રાજ્ય પર દાવ લગાવી રહ્યા છે.
માઈક્રોફાઈનાન્સ કંપનીઓના તાજેતરમાં થયેલી બેઠકમાં જે વાત સામે આવી છે, તેમાં ડરના કારણોનો ખુલાસો થયો છે. તેમાં કહેવાયું છે કે, બિહાર જેવા રાજ્યમાં સારા ક્રેડિટવાળા લેણદારોની સંખ્યા ઘટી રહી છે. ત્યારે આવા સમયે બિહાર સેંસટિવિટીના મામલામાં ગ્રીનથી રેડ ઝોન તરફ જઈ રહ્યું છે. માઈક્રોફાઈનાન્સ કંપનીઓના કુલ એસેટ અંડર મેનેજમેન્ટનો 14.8 ટકા ભાગ ફક્ત બિહારમાં છે, જે પશ્ચિમી બંગાળ અને તમિલનાડૂના પાછળ રાખીને સૌથી આગળ પહોંચી ગયું છે. ત્યારે આવા સમયે જોખમવાળી લોન વહેંચવી આ કંપનીઓ માટે ખતરાની ઘંટી સમાન છે.
માઈક્રોફાઈનાન્સ કંપનીઓના સીઈઓ તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓની બેઠકમાં કહેવાયું છે કે યૂપીની તુલનામાં બિહારમાં સ્થિતિ વધારે ગંભીર છે. યૂપી મોટું રાજ્ય છે, જ્યાં આ કંપનીઓની પહોંચી હજુ ઓછી છે, પણ બિહારમાં ખૂબ જ વધારે પૈસા ગયા છે. માઈક્રોફાઈનાન્સ કંપનીઓ એવા લોકોને લોન આપે છે, જેને જોખમના કારણે બેન્ક લોન આપતી નથી. ત્યારે આવા સમયે જો લોનનો ફુગ્ગો ફુટશે તો વર્ષ 2010ના આંધ્ર પ્રદેશ જેવી હાલત ઊભી થઈ શકે છે.