ગુજરાતમાં ઠંડીગાર થઈ ગયેલી કોંગ્રેસને પાવરફુલ ઓક્સિજન સાથે રાહુલ ગાંધીએ અંડર કરંટ મજબૂત કરી છે કોંગ્રેસની હવે ધીરે-ધીરે પુછા વધી રહી છે, આવનારા વર્ષોમાં ભાજપ માટે અનેક સંકટો આવવાના છે, તેમાં બે મત નથી, પાંચ લાખની લીડ ની વાતો કરતા હતા, તેમાં ઘણી જગ્યાએ ખૂબ જ ઓછી આવી, ત્યારે મતો કપાયા ક્યાં? આ બધા મતો આવનારા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા ખાતે મતો ભાજપના કોંગ્રેસની જોળીમાં જશે, તેમાં બે મત નથી, કોંગ્રેસ જે સપના જોઈ રહી છે, અને રાહુલ ગાંધી દ્વારા જે મુદ્દો પકડ્યો છે, તેમાં આવનારા દિવસોમાં કોંગ્રેસની બોલબાલા વધશે, ભાજપ 25 વર્ષથી એક હથ્થું શાસન ગુજરાતમાં કરી રહી છે, પણ 25 વર્ષના ગાળામાં ચેરમેન બોર્ડ ડિરેક્ટરથી લઈને અનેક પદો કમિટીઓ ખાલી ખમ રાખી કાર્યકરોને કશું જ મળ્યું નથી, ભાજપમાં સૌથી વધારે કાર્યકરો કરતા કોન્ટ્રાક્ટરો વધી ગયા છે, જે પાર્ટીનું લેબલ લઈને પોતાના વેપલા કરવા માટે જ ફરે છે, 30 વર્ષના જુના કાર્યકરોની દશા એની એ જ છે, ત્યારે બાકી હતું, તેમાં ભાજપની ભરતીમાં કોંગ્રેસના જેટલા આવતા હોય, તેમને લઈ લીધા એટલે જૂના નવા અને પાર્ટી બદલું તેમ ભાજપ ભેળસેળથી ભરપૂર પાર્ટી બની ગઈ, બાકી 105 સીટો હતી તો કોઈ જરૂરિયાત ખરી? પેપરો ફૂટી જવાના બનાવો થી ભાજપનો અંડર-કરંટ વિરોધ છે, આ બધું મનન કોંગ્રેસ હવે કરીને નવા રેસમાં ઘોડા તબડીક તબડીક દોડે એટલે નવાને ચાન્સ પ્રથમ આપવા વિચારી રહી છે, અગાઉ કોંગ્રેસ ભાજપનું ઘણીવાર સેટીંગડોટકોમ…. ઇલુ… ઇલુ… ચાલતું હતું, તે હવે બંધ થશે, કામ કરશે, દોડશે તેને જ હોદ્દો મળશે, બાકી કોંગ્રેસનો કાળો કકડાટ ગઈ દિવાળીમાં ચાર રસ્તે મૂકી આવ્યા છે, એટલે કોંગ્રેસમાં ડખા બંધ થઈ ગયા અને ભાજપમાં હોદ્દો લેવાના બખ્ખા ચાલુ છે.
કોંગ્રેસ હવે વિઝન, ટેકનોલોજીથી ભરપૂર ઉપયોગ કરશે, ભાજપ સરકાર માટે આવનારા વર્ષોમાં ભાજપમાંથી જ પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાશે, સૌ પ્રથમવાર શરૂઆત સૌરાષ્ટ્ર લોબીથી થશે, બાકી એક માંધાતા જે ટ્રસ્ટ ચલાવીને મોટા મંદિરના ટ્રસ્ટી છે, તે હવે રાજકારણમાં ભવિષ્યમાં ઉતરશે, પહેલા નાટકો બહુ કર્યા અને કહ્યું કે આને પૂછવાનું સમાજને પૂછવાનું, હવે અંડર કરંટ તૈયાર છે, તેલ અને તેલની ધાર જોઈ રહ્યા છે, બાકી ભાજપ સામે રેસ કરવા તૈયાર છે, આવનારા દિવસોમાં સૌરાષ્ટ્ર લોબી ભાજપ માટે ચિંતાનો વિષય બનશે, બાકી ભાજપમાં વર્ષો જૂના કાર્યકરો કોરાણે તથા મીસાવાદી જે દર વર્ષે ૨૫ જુનના રોજ ઇન્દિરા ગાંધીએ કટોકટી દાખલ કરેલ તેમાં જનસંઘના અનેક લોકો જેલોમાં ગયા હતા, તેમને અન્ય રાજ્યોમાં પેન્શન મળે છે, અને ગુજરાતમાં ટકોરો 30 થી 40 વર્ષથી જે કાર્યકરો છે, તેમાં જૂના ને કોઈ પૂછતું નથી, મોટી ભૂલ ભાજપની એ હતી કે બોર્ડ, નિગમોમાં સમાવેશ કરવા સુધીથી લઈને સદંતર બંધ રહેતા કાર્યકરોમાં ઉત્સાહ ઓસરી ગયો છે, હવે ભાજપે બોર્ડ, નિગમથી લઈને સંસ્થાઓના દ્વાર કાર્યકરો માટે ખોલવા પડશે, તો કાર્યકરો દોડશે, બાકી કોંગ્રેસ પતી જશે, એ ભૂલી જાઓ ભાજપમાંથી ટિકિટ માંગનારાની સંખ્યા તોતિંગ છે, તો નહીં મળે તો વેઇટિંગમાં રહેનારા અને બીજી ટર્મની રાહ જોનારા હવે કેટલા? ભાજપ પછી જો બીજો દરવાજો ખુલ્લો હોય તો તે કોંગ્રેસ કહી શકાય, કોંગ્રેસમાં ધરમૂળથી ફેરફાર ચાલી રહ્યા છે, હવે વર્ષો જુના જે કાર્યકરો હોદ્દેદારો રહી ચૂક્યા છે, તેમને હવે વડીલ તરીકે નવ યુવાનોની ભરતી ચાલી રહી છે, તેમને રસ્તો સુજાડે, કોંગ્રેસને કશું ખોવાનું નથી, વકરો એટલો નફો છે, પણ નવા ઘોડા રેશમા પૂરપાટ દોડે એટલે જે સંબોધન રાહુલ ગાંધીનું છે, તે ઉપર હવે ભાજપે પણ ગંભીરતા લેવાની જરૂર છે, કોઈ કહે કે ના કહે પણ ચાની કેટલી ઓથી લઈને યુવાનોમાં રાહુલ ધીરે ધીરે હોટ ફેવરેટ થઈ રહ્યા છે, ભાજપની દુખતી નસ હોય તો તે 25 વર્ષના શાસનમાં કાર્યકરો ત્યાંના ત્યાં જ જે રહ્યા છે, જે કોંગ્રેસમાં ચર્ચાઈ રહ્યો છે, કોંગ્રેસ તો જવાબ આપે છે, કે અમારી સરકાર બને તો વિચારીએ, ત્યારે હવે તેજીનો સંચાર કોંગ્રેસમાં પણ આવશે તેમાં બે મત નથી,
ભાજપમાં હવે કાર્યકરો કરતા કોન્ટ્રાક્ટરોની સંખ્યા વધી ગઈ છે, આ સંદર્ભે અગાઉ આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે દંડો પછાડ્યો હતો, વર્ષો જૂના કાર્યકરો માટે ભાજપે હવે લોટરી, ઈનામી યોજના, સન્માન યોજનાથી લઈને કાંઈક વિચારવું પડશે, ઘણાએ તો રાજકારણ સેવા નહીં, ધંધો બનાવી દીધો છે, હા, 25 વર્ષના ગાળામાં વિકાસ પુરપાટ વેગે થયો છે, પણ ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે, પેપર કાંડથી લઈને રાજકોટનો બનાવ હજુ ચર્ચાસ્પદ જ છે, આ પબ્લિક ચૂપ છે, પણ પાંચ લાખની લીડ દરેક જિલ્લામાંથી ન આવી, ક્યાં કપાઈ? તે મનન ભાજપે હવે કરવું પડશે, બાકી આવનારી નાની ચૂંટણીમાં ગરબા ઘરે આવે તો નવાઈ નહીં!!!!
બોક્સ
રાહુલ નો ગુજરાત ઉપર ફોકસથી દરેક જગ્યાએ ચર્ચાનો વિષય,
25 વર્ષથી એક હથ્થું ભાજપ શાસન કરી રહ્યું છે, હા, વિકાસ પુરપાટ વેગે થયો છે, પણ ભ્રષ્ટાચારમાં પણ વાત થાય તેવી નથી, ભાજપમાં ભલે કાર્યકરોની સંખ્યા વધી, પણ કોંગ્રેસના કેટલા? અને આટલો બધો શંભુ મેળો ભેગો કર્યા પછી પણ પાંચ લાખની લીડ ના આવી, કોંગ્રેસ તો અણીશુદ્ધ ચોખ્ખી થઈ ગઈ અને વાદ-વિવાદ, કાળો કકળાટ સદંતર બંધ થઈ ગયો છે, હવે આ કકળાટ ભાજપમાં ચાલુ છે.
ભાજપ માટે આવનારા વર્ષોમાં આફત સૌરાષ્ટ્ર લોબી હશે, એક સૌરાષ્ટ્રના મંદિરના ટ્રસ્ટીને CM બનાવવાના પણ અભરખા છે, જે તેલ અને તેલની ધાર જોઈને એન્ટ્રી કરશે, ભાજપે હવે તેમના જુના જોગીઓ અને કાર્યકરો વર્ષો જૂના છે, તેમને સાચવીને બોર્ડ, નિગમો જે ખાલી પડ્યા છે, તે ભરવા જરૂરી છે, બાકી ક્યાં સુધી કાર્યકર દોડશે, કોંગ્રેસ આ બાબતે અગાઉનું રાજકારણ જોવામાં આવે તો જગ્યા ખાલી ન રાખે, ભરી જ દેવાની, જેથી હવે કોંગ્રેસના સંચારની શક્યતા ખરી,