દેશભરમાં વિદ્યાર્થીઓના સપના સાકાર કરવા નારાયણા દ્વારા NSAT 2024 (નારાયણ સ્કોલાસ્ટિક એપ્ટિટ્યુડ ટેસ્ટ)નો લોન્ચ સમારોહ

Spread the love

અમદાવાદ

નારાયણા શૈક્ષણિક સંસ્થાઓએ ગર્વ સાથે નારાયણા સ્કોલાસ્ટિક એપ્ટિટ્યુડ ટેસ્ટ (NSAT 2024) ની 19મી આવૃત્તિ શરૂ કરવાની જાહેરાત કરી છે, જેમાં રૂ. 1 કરોડ રોકડ સુધીના પુરસ્કાર પ્રાપ્ત કરી શકાશે. વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સુકતાપૂર્વક રાહ જોવાતી આ વાર્ષિક પરીક્ષાનો હેતુ સમગ્ર દેશમાં શૈક્ષણિક પ્રતિભાને પ્રેરણા આપી, પુરસ્કાર દ્વારા સમ્માનિત કરવાના છે. NSAT ધોરણ 5 થી 11 (વિજ્ઞાન) ના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવાની તક આપે છે, જેમાં જ્ઞાન સહિત, વિવેચનાત્મક વિચારસરણી અને સમસ્યા હલ કરવાની કુશળતાનું પરીક્ષણ છે.

NSAT 2024 વિદ્યાર્થીઓને શ્રેષ્ઠતા માટે પ્રયત્ન કરવા પ્રેરે છે. 300 થી વધુ શહેરોમાં પહોંચીને, આ પરીક્ષા વિવિધ પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક કુશળતા દર્શાવવા માટે આવકારે છે. ઓનલાઈન અને ઓફલાઈન બંને ફોર્મેટમાં ઉપલબ્ધ NSAT પરીક્ષા તમામ સહભાગીઓ માટે સુવિધા અને સુલભતા સુનિશ્ચિત કરે છે. NSAT ની લોકપ્રિયતા દર વર્ષે વધે છે. ગત વર્ષમાં 2.5 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈ તેમનું શૈક્ષણિક સમર્પણ દર્શાવ્યું હતું. NSAT 2024નો ઉદ્દેશ્ય આ સંખ્યાઓને વટાવીને વધુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને આકર્ષિત કરવાનો છે જે શૈક્ષણિક જગતમાં તેમની પ્રતિભા દર્શાવવા માટે તત્પર છે. ઑફલાઇન પરીક્ષાઓ 6ઠ્ઠી અને 20મી ઑક્ટોબર, 2024ના રોજ યોજાશે. જ્યારે ઑનલાઈન પરીક્ષાઓ ઑક્ટોબર 7 થી 11મી અને ઑક્ટોબર 14 થી 19મી, 2024 દરમિયાન લેવામાં આવશે.

ડૉ. પી. સિંધુરા અને શ્રીમતી પી. શરાણી, નારાયણ શૈક્ષણિક સંસ્થાઓના નિર્દેશકોએ તેમની ઉત્તેજના વ્યક્ત કરતા જણાવ્યું કે “NSAT 2024 ની 19મી આવૃત્તિ હજુ સુધીના અમારા NSAT માંની શ્રેષ્ઠ આવૃત્તિ છે. તે દેશભરમાં 3000 થી વધુ શાળાઓના વિદ્યાર્થીઓ સુધી પહોંચી તેમને તેમની કુશળતા દર્શાવવા માટે એક પરિચિત વાતાવરણ પ્રદાન કરશે. વિજ્ઞાન, ગણિત અને માનસિક ક્ષમતા જેવા વિષયોને આવરી લેતા NSAT જટિલ વિચારને પ્રોત્સાહિત કરે છે. આ પરીક્ષા દ્વારા 100% સુધીની શિષ્યવૃત્તિ ઉપલબ્ધ છે, જે લાયક વિદ્યાર્થીઓને નાણાકીય સહાય ઓફર કરી શકશે.

ચાર દાયકાના વારસા સાથે, નારાયણા શૈક્ષણિક સંસ્થાઓ દર વર્ષે નવા માપદંડો સ્થાપિત કરીને શિક્ષણના ક્ષેત્રમાં સતત ઉન્નતિ કરે છે. નારાયણા શૈક્ષણિક સંસ્થાઓ વિદ્યાર્થીઓને શૈક્ષણિક તેજસ્વીતા તરફ લઈ જવાનો પ્રયત્ન કરે છે. જેનાથી તેમના સપના પૂરા કરવામાં સક્ષમ બને છે, અને પોતાના ધ્યેય વાક્ય “તમારા સપના એ જ અમારા સપના છે.” પ્રતિ કટિબદ્ધતા પ્રદર્શિત કરે છે.

નારાયણા શૈક્ષણિક સંસ્થાઓ વિશે

ભારતના 23 રાજ્યો અને 230+ શહેરોમાં 800+ શાળાઓ, કોલેજો, કોંચિંગ સેન્ટરો અને વ્યાવસાયિક કોલેજોના વિશાળ નેટવર્ક સાથે, નારાયણા શૈક્ષણિક સંસ્થાઓ એશિયાના સૌથી મોટા અને પ્રતિષ્ઠિત શિક્ષણ જૂથોમાંનું એક છે, જેમાં 45 વર્ષથી વધુનો વારસો છે. નારાયણા શિક્ષણ સંસ્થામાં બિન-શૈક્ષણિક સ્ટાફ ઉપરાંત 50,000 થી વધુ ઉચ્ચ અનુભવી શિક્ષકો, R&D નિષ્ણાંતો અને વિષય- વિશેષજ્ઞોની ટીમ છે, જે દર વર્ષે 6,00,000 વિદ્યાર્થીઓને તેમના શિક્ષણમાં, ભુલકા ભવનથી માંડી અનુસ્નાતક સુધીના અભ્યાસમાં મદદ કરે છે. તેમનું કેન્દ્રિય ધ્યાન અભ્યાસક્રમ અને સહ-અભ્યાસિક ડોમેન્સ વચ્ચે સુમેળ ભર્યું સંતુલન જાળવવા પર રહે છે જેથી વિદ્યાર્થીઓ તેમની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચે. વધુમાં, તેઓ વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ, મેડિકલ, CA, અને સિવિલ સર્વિસ જેવા વિવિધ અભ્યાસક્રમમાં તેમની મહત્વકાંક્ષાઓને સાકાર કરવામાં મદદ કરવા માટે તૈયાર કરવામાં આવેલા વ્યાપક શૈક્ષણિક કાર્યક્રમો પુરા પાડે છે. જે કારકિર્દી-લક્ષી શિક્ષણ પ્રત્યેના તેમના મક્કમ સમર્પણનું પ્રદર્શન કરે છે. આ સાથે, નારાયણા, સમગ્ર દેશમાં લાખો લોકોના સપનાને સાકાર કરવા તેના ધ્યેય વાક્યને અનુસાર “તમારા સપના એ જ અમારા સપના છે.” કટિબધ્ધ છે.

મુલાકાત લો : https://www.narayanagroup.com/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com