ઇઝરાયલની સેનાએ બુધવારે ફરી ગાઝા શહેર ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. આ સાથે યુદ્ધવિરામની પહેલ વચ્ચે યુદ્ધ ફાટી નીકળવાનો ભય વધી ગયો છે. ઈઝરાયલની સેનાએ ગાઝા શહેરમાં, પત્રિકાઓ ફેંકી છે. જેમાં લોકોને દક્ષિણ તરફ જવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે. તે કહે છે કે, ગાઝા શહેર ખતરનાક યુદ્ધ ક્ષેત્ર બની રહેશે.
આ દરમિયાન મધ્ય ગાઝામાં ઈઝરાયલના હવાઈ હુમલામાં, 20 પેલેસ્ટાઈન માર્યા ગયા હતા. જેમાં છ બાળકો અને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. ગાઝા શહેર છોડવાના ઈઝરાયલના તાજેતરના આદેશને, ઘૂસણખોરી સાથે જોડવામાં આવી રહ્યો છે. આ સ્થળાંતરનો આદેશ એવા સમયે આવ્યો છે, જ્યારે અમેરિકા, ઇજિપ્ત અને કતારના મધ્યસ્થીઓ, દોહામાં મંત્રણા કરીને યુદ્ધવિરામ કરાર સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે.