દેશમાં બેરોજગારીની સ્થિતિ કેટલી ગંભીર છે તેની સાક્ષી પૂરતી ઘટના ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં સામે આવી .અહીં માત્ર 42 જગ્યાઓ માટેના વોક ઇન ઇન્ટરવ્યૂમાં 1800 ઉમેદવારો ઉમટી પડ્યા હતા.. ભીડ એટલી વધી ગઇ હતી કે ધક્કા મુક્કી સર્જાતા રેલિંગ તૂટી ગઇ હતી.નવા પ્લાન્ટ માટે 42 જગ્યાઓ માટે વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યો હતો.
ભરુચના અંકલેશ્વરની હોટલ લોર્ડ્સ પ્લાઝામાં મલ્ટીનેશનલ થરમેક્સ કંપનીના નવા પ્લાન્ટ માટે 42 જગ્યાઓ માટે વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યો હતો. ઇન્ટરવ્યુ માટે 1800થી વધુ યુવાનો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા. ભીડ એટલી વધી ગઇ હતી કે તેને કાબુમાં લેવુ મુશ્કેલ બન્યુ હતુ…અને ધક્કા મુક્કી એવી સર્જાઇ કે હોટલની બહારની સાઇડ જ્યાં ભારે ભીડ હતી ત્યાં રેલિંગ તુટી ગઇ હતી, અને વિદ્યાર્થીઓ નીચે પટકાયા હતા.
થર્મેક્સ કેમિકલે 5 નવા પ્લાન્ટ માટે શિફ્ટ ઇન્ચાર્જ, પ્લાન્ટ ઓપરેટર, સુપરવાઈઝર, ફિલ્ટર-મિકેનિકલ અને એક્ઝિક્યુટિવ માટે 9 જુલાઈએ વોક ઇન ઇન્ટવ્યું આયોજિત કરાયો હતો. અંકલેશ્વરની લોર્ડ્સ પ્લાઝા હોટલમાં 3 થી 10 વર્ષના અનુભવી BE કેમિકલ, B.Sc, M.Sc, ડિપ્લોમા, ફિલ્ટરની યોગ્યતા ધરાવતા ઉમેદવારોને વોક ઇન ઇન્ટરવ્યૂ માટે બોલાવાયા હતા. જોકે કંપની દ્વારા જે ઉમેદવાર હાજર રહી શકતો ન હોય તેને બાયોડેટા મોકલી આપવા પણ જાહેરાત થકી જાણ કરાઈ હતી.