મહોરમ – તાજીયાના તહેવાર નિમિત્તે જાહેર જનતાના વાહન વ્યવહારના સરળ નિયમન અને ટ્રાફિક વ્યવસ્થા માટે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકશ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ 

Spread the love

પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ વિસ્તારના તાજીયાનો સમગ્ર રૂટ ‘નો-પાર્કિંગ ઝોન’ જાહેર કરાયો

અમદાવાદ

અમદાવાદ પોલીસ કમિશનર IPS જી.એસ.મલિક ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની પેટા કલમ ૩૩ (૧) (બી) (સી) અને ગુજરાત મોટર વાહન નિયમો ૧૯૮૯ના નિયમ ૨૦૭ અંતર્ગત મળેલી સત્તા અન્વયે આગામી તા.૧૭/૦૭/૨૦૨૪ના રોજ મહોરમ તાજીયાના તહેવાર નિમિત્તે જાહેર જનતાના વાહન વ્યવહારના સરળ નિયમન અને ટ્રાફિક વ્યવસ્થા યોગ્ય રીતે જળવાઈ રહે તે હેતુસર જાહેરનામુ બાર પાડતાં જણાવ્યું હતું કે આગામી તા.૧૭/૦૭/૨૦૨૪ના રોજ મહોરમ તાજીયાના તહેવાર નિમિત્તે અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી તાજીયા નીકળશે અને નજીકના વિસ્તારોમાં ફરી છેવટે વિસર્જન અર્થે ભેગા થશે. આ દિવસે બપોરે કલાક ૧૪.૦૦થી કલાક ૨૪.૦૦ સુધી  જાહેર માર્ગો ઉપર અવર-જવરના સરળ ટ્રાફિક નિયમન માટે વાહન-વ્યવહારની અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

વાહન વ્યવહારની અવર-જવર માટે પ્રતિબંધિત માર્ગ

(૧) દિલ્હી ચકલાથી મિરઝાપુર તરફ તથા ઘી કાંટા તરફનો માર્ગ. (મીરઝાપુર રોડ તેમજ ઘી કાંટા રોડ)

(૨) શાહપુર દરવાજા હવાબંદરથી મીરઝાપુર ચોક તરફ સુધીનો માર્ગ.

(૩) રેવડી બજારથી રિલિફ રોડ તરફ વીજળીઘર સુધીનો માર્ગ

(૪) જમાલપુર દરવાજાથી ખમાસા ચાર રસ્તા સુધીનો માર્ગ

(૫) રાયખડથી ખમાસા ચાર રસ્તા સુધીનો માર્ગ

(૬) સારંગપુર સર્કલથી આસ્ટોડિયા દરવાજા અને ખમાસા સુધીનો માર્ગ

(૭) નહેરુબ્રિજ તરફથી રૂપાલી સિનેમા તરફનો માર્ગ

(८)કામા હોટલ સર્કલથી ખાનપુર દરવાજા સુધીનો માર્ગ

(૯) રખિયાલ ચાર રસ્તાથી સારંગપુર સર્કલ સુધીનો માર્ગ

(૧૦) વિક્ટોરિયા ગાર્ડન ચાર રસ્તાથી ઈટાલીયન બેકરી સુધીનો માર્ગ

(૧૧) ખારુનાળાથી ખાસબજાર તરફનો માર્ગ

(૧૨) રાયખડ ચાર રસ્તાથી મધર ટેરેસા ચોક સુધીનો માર્ગ

(૧૩) જસવંત શોપ ફેક્ટરી તરફથી રાજનગર માર્કેટ સુધીનો માર્ગ

(૧૪) જલારામ મંદિરના ખાંચા તરફથી રાજનગર માર્કેટ સુધીનો માર્ગ

(૧૫) મ્યુનિસિપલ કોઠાથી દાણાપીઠ ચાર રસ્તા સુધીનો માર્ગ

(૧૬) ખમાસા ચોકી તરફથી પારસી અગીયારી તરફનો માર્ગ

(૧૭) જિલ્લા પંચાયત તરફથી ભદ્ર તરફનો માર્ગ

(૧૮) વીજળીઘર ચાર રસ્તા તરફથી ભદ્ર તરફનો માર્ગ

(૧૯) રિલિફ ચાર રસ્તા તરફથી ખાસ બજાર તરફનો માર્ગ

(૨૦) પાનકોર નાકાથી ભદ્ર મંદિર તરફનો માર્ગ

(૨૧) સાબરમતી નદીના પૂર્વ છેડે નહેરુબ્રિજ તથા એલીસબ્રિજની નીચે તાજીયા ઠંડા થવા માટે આવનાર હોઈ અને આ તહેવારમાં મોટી સંખ્યામાં લોકોની જનમેદની એકઠી થતી હોય જેથી નીચે જણાવેલ (એ) અને (બી) મુજબનો રિવરફન્ટનો માર્ગ ‘નો-વ્હીકલ ઝોન’ રહેશે.

(એ) પિકનિક હાઉસ રિવરફ્રન્ટ રોડ ટીથી સરદાર બ્રિજ તરફ જતો માર્ગ

(બી) સરદારબ્રિજ નીચેથી શાહીબાગ પિકનિક હાઉસ તરફ આવતો માર્ગ

-: વૈકલ્પિક માર્ગ :-

૧) ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર તરફથી આવતાં વાહનો આશ્રમ રોડ થઈ પાલડી ચાર રસ્તાથી જમાલપુર ઓવરબ્રિજ થઇ એસ.ટી. તથા ભુલાભાઈ ચાર રસ્તા થઈ કાંકરિયા થઈ ઝઘડિયા ઓવરબ્રિજ થઈ અવર-જવર કરી શકાશે.

૨) કાલુપુર રેલ્વે સ્ટેશન તરફ આવ-જા કરવા માટે દિલ્હી દરવાજા, પ્રેમ દરવાજા થઈ ચોખા બજાર થઇ કાલુપુર રેલ્વે સ્ટેશન તરફ આવ-જા કરી શકાશે અને નરોડા તરફથી કાલુપુર રેલ્વે સ્ટેશન તરફ આવ-જા કરવા માટે અમદુપુરા પોલીસ ચોકી થઇ કાલુપુર રેલ્વે ઓવરબ્રિજ થઈ આવ-જા કરી શકાશે. તેમજ રખિયાલ ચાર રસ્તાથી પોટલિયા ચાર રસ્તા થઈ સરસપુર ચાર રસ્તા થઈ કાલુપુર બ્રિજ થઈ કાલુપુર રેલ્વે સ્ટેશન તરફ આવ-જા કરી શકાશે.

૩) સાબરકાંઠા-હિંમતનગર તરફથી એસ.ટી. તરફ અવર જવર કરવા માટે નરોડા પાટિયાથી મેમ્કો- બાપુનગર થઇ અજીત મિલથી હાટકેશ્વર સર્કલથી ખોખરા સર્કલ-અનુપમ સર્કલ થઈ ગાયત્રી ડેરી થઈ ઝઘડિયા ઓવરબ્રિજ થઈ ફુટબોલ ચાર રસ્તા થઈ એસ.ટી. તરફ અવરજવર કરી શકાશે.

૪) અમદાવાદ શહેરના પૂર્વ તથા પશ્ચિમ વિસ્તારને જોડતા સાબરમતી નદી પરના સુભાષબ્રિજ, દચિચીબ્રીજ, સરદારબ્રિજ, આંબેડકરબ્રિજ વાહનોની અવર-જવર માટે ચાલુ રહેશે.

શહેર વિસ્તારના તાજીયાનો સમગ્ર રૂટ ‘નો-પાર્કિંગ ઝોન’ જાહેર કરવામાં આવે છે.

અપવાદ : આ જાહેરનામું ફાયરબ્રિગેડ, એમ્બ્યુલન્સ સેવાઓ તથા સરકારી વાહનોને કામગીરી/ફરજ દરમિયાન લાગું પડશે નહીં.આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૩ની જોગવાઈ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને તા. ૧૭/૦૭/૨૦૨૪ના કલાક ૧૪.૦૦થી તાજીયા વિસર્જન પૂર્ણ ન થાય ત્યાં સુધી કરવાનો રહેશે.

આ જાહેરનામાના આદેશોનું ઉલ્લંઘન કરનાર ઇસમ ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ની કલમ-૨૨૩ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.આ હુકમ અન્વયે અમદાવાદ કમિશનરેટમાં ફરજ બજાવતાં સંયુક્ત/અધિક પોલીસ કમિશનરશ્રીના દરજ્જાથી પોલીસ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીશ્રી/પોલીસ કર્મચારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ની કલમ-૨૨૩ તથા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ-૧૩૧ મુજબ ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com