રાહુલ ગાંધી ફરી એકવાર ગુજરાત આવશે, ગુજરાતમાં યોજાનાર ન્યાય યાત્રામાં રાહુલ ગાંધી સહભાગી થશે. 1 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી ગુજરાત કોંગ્રેસ ન્યાય યાત્રા યોજશે. મોરબી ઝુલતા પુલ, રાજકોટ, વડોદરા હરણી તળાવ કાંડ, સુરત તક્ષશિલા કાંડ જેવા અનેક બનાવોના પીડિત પરિવારોને ન્યાય અપાવવા કોંગ્રેસ ન્યાય યાત્રા યોજશે.
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 1 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી ગુજરાત કોંગ્રેસ ન્યાય યાત્રા યોજશે. મોરબી ઝુલતા પુલ, રાજકોટ, વડોદરા હરણી તળાવ કાંડ, સુરત તક્ષશિલા કાંડ જેવા અનેક બનાવોના પીડિત પરિવારોને ન્યાય અપાવવા કોંગ્રેસ ન્યાય યાત્રા યોજશે. ગેમઝોન અગ્નિકાંડના પીડિત પરિવારો રાહુલ ગાંધીને મળશે. અગ્નિકાંડના પીડિતો સાથે થોડા દિવસ પહેલા રાહુલ ગાંધીએ ઓનલાઇન વાત કરી હતી. મૃતક આશાબેન કાથડના પરિવારજનોએ કહ્યું અમે આવતીકાલે રાહુલ ગાંધીને મળીશું. રાજકોટ કોંગ્રેસના અગ્રણીઓ રાજકોટથી પીડિત પરિવારોને અમદાવાદ લઈ જશે.
રાજકોટ અગ્નિકાંડ, હરણી બોટકાંડ, મોરબી બ્રિજકાંડ, તક્ષશિલા અગ્નિકાંડ અને ઉના દલિત કાંડ દુર્ઘટના પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા કાઢવામાં આવશે. મોરબીથી ન્યાયયાત્રાની શરૂઆત કરવામાં આવશે ત્યારબાદ ટંકારા, રાજકોટ, વિરમગામ, સાણંદ થઈને 15મી ઓગસ્ટે અમદાવાદ પહોંચશે અને ત્યાં ધ્વજવંદનનો કાર્યક્રમ થશે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ ન્યાયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
તાજેતરમાં અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પર થયેલા પથ્થરમારાની ઘટના બાદ રાહુલ ગાંધીએ અમદાવાદની મુલાકાત લીધી હતી. સાથે જ દુર્ઘટનામાં પીડિતોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને તેમને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી. હવે ફરી રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 1 ઓગસ્ટથી 15 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં બનેલી વિવિધ દુર્ઘટના પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા કાઢવામાં આવશે. મોરબીથી ન્યાયયાત્રાની શરૂઆત કરવામાં આવશે ત્યારબાદ ટંકારા, રાજકોટ, વિરમગામ, સાણંદ થઈને 15મી ઓગસ્ટે અમદાવાદ પહોંચશે અને ત્યાં ધ્વજવંદનનો કાર્યક્રમ થશે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ ન્યાયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.