એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલમાં રાત્રિ ભોજન બાદ 100થી વધુ વિદ્યાર્થીઓની તબિયત લથડી

Spread the love

છોટા ઉદેપુર તાલુકાના પુનીયાવાંટની એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલમાં રાત્રિ ભોજન બાદ 100થી વધુ વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી. જે બાદ તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આજે કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા અને ભાજપના સાંસદ જશુભાઈ રાઠવા બાળકોની ખબર અંતર જાણવા દવાખાને પહોંચ્યા હતા.

છોટા ઉદેપુરના પુનીયાવાંટની એકલવ્ય મોડેલ સ્કૂલના 100થી વધુ બાળકોની તબિયત એકસાથે બગડી હતી. જે બાદ તેમને તેજગઢ, છોટા ઉદેપુર અને પાવી જેતપુર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા અને ભાજપના સાંસદ જશુભાઈ રાઠવા બાળકોની ખબર અંતર જાણવા દવાખાને પહોંચ્યા હતા. જ્યાં તેમણે બાળકોને મળીને શું તકલીફ પડી છે તે જાણવાનો પ્રયત્ન કર્યો હતો. ઉપરાંત તેમણે તબીબ સાથે વાત કરી હતી. સાથે જ બાળકોની તબિયત સુધારા ઉપર હોવાનું જણાવ્યું હતું.

આદિજાતિ વિભાગની શાળાના બાળકો મામલે સુખરામ રાઠવાએ સરકાર ઉપર ગંભીર આક્ષેપો લગાવી બાળકોને હલકી ગુણવત્તાનું ભોજન આપતા હોવાનો આક્ષેપ કરી એજન્સી સામે કાર્યવાહીની માંગ કરી. જશુભાઈ રાઠવાએ ડોકટરોના કહેવા પ્રમાણે વાયરલ ઈન્ફેક્શન હોવાનો જણાવ્યું અને ફૂડ પોઈઝનિંગ હશે તો તેના રિપોર્ટ મોકલવામાં આવ્યા છે રિપોર્ટ આવ્યા બાદ જરૂરી કાર્યવાહી કરાશે.

દવાખાનાની મુલાકાત બાદ કોંગ્રેસની ટીમ પુનિયાવાંટ મોડેલ રેસેડન્સી સ્કૂલ ઉપર પહોંચ્યા હતા. જ્યાં રસોડાની મુલાકાત કરી અને રસોડામાં મુકવામાં આવેલ ભોજન, શાકભાજી, અનાજનું ચેકિંગ કર્યું હતું . સુખરામ રાઠવાને રસોડામાંથી સડેલી શાકભાજી, અનાજમાં પણ જીવડા હોવાનું ધ્યાને આવ્યું હતું. બાળકોના આરોગ્ય સાથે ચેડા થતાં હોવાના આક્ષેપ લગાવ્યા છે.

બાળકો બીમાર પડવા પાછળ હલકી ગુણવત્તાનું ભોજન જવાબદાર હોવાનો આરોપ લગાવતા ભોજનની એજન્સી સામે કડક પગલા ભરવા માંગણી કરી છે. બીજીતરફ ભોજન એજન્સીના સુપરવાઈઝરે આક્ષેપોને નકાર્યા છે. શાકભાજી દર બીજા દિવસે ગાંધીનગરથી તાજી આવતી હોવાનો દાવો કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com