75 પાલિકામાંથી વહીવટદારોનું ‘રાજ’ હટશે, નવા મહાનગરોમાં અધિકારીઓનો ‘વહીવટ’ આવશે

Spread the love

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા અન્ય પછાત વર્ગો- OBC અનામતના અમલનું જાહેરનામુ પ્રસિધ્ધ થઈ ચૂક્યુ છે.

એકાદ સપ્તાહમાં જ્યા સામાન્ય ચૂંટણી યોજવાની છે તેવી 75 નગરપાલિકા, બે જિલ્લા પંચાયત અને 17 તાલુકા પંચાયતોમાં 27 ટકા OBC અનામત પ્રમાણે વોર્ડ, પદાધિકારીના રોટેશન અંગેના નોટિફિકેશન પ્રસિધ્ધ થશે.

ઓક્ટોબર, નવેમ્બર દરમિયાન ચૂંટણી થતા દોઢ- વર્ષથી આવી સંસ્થાઓમાંથી વહીવટીદારોનું રાજ પૂર્ણ થશે. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનું શાસન અર્થાત લોકતાંત્રિક વ્યવસ્થા કાયમ બનશે. પરંતુ, નવસારી, ગાંધીધામ, વાપી, મહેસાણા સહિત સરકારે નવ નગર પાલિકાઓને મ્યુનિસિપલ કોર્પોરેશનનમાં તબદીલ કરવાનો નિર્ણય કર્યો છે ત્યા ચૂંટાયેલા જનપ્રતિનિધીના વહિવટને બરખાસ્ત કરી સ્થાનિક કલેક્ટર કે અન્ય કોઈ IAS અધિકારીને વહિવટ સોંપાશે.

ઝુલતો પુલ તુટી પડવાના કેસમાં હાઈકોર્ટના આદેશથી ગુજરાત સરકારે પહેલાથી જ મોરબી નગરપાલિકાને સુપરસિડ કરી હતી. બાદમાં વર્ષના આરંભે મોરબી સહિત નવસારી, આણંદ, ગાંધીધામ, વાપી, મહેસાણા, સુરેન્દ્રનગર- વઢવાણ, પોરબંદર- છાયા અને નડીયાદ એમ કુલ નવ નગરપાલિકાઓને મહાનગર પાલિકા બનાવવાની જાહેરાત કરી હતી. લોકસભા ચૂંટણી બાદ ગુજરાત સરકારે ઉક્ત નવ શહેરોને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તબદીલ કરવા ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન- GMC એક્ટનો અમલ તરફની કાર્યવાહી શરૂ કરી છે. આથી, નવ પૈકી આઠ શહેરોમાં GMC એક્ટ લાગુ થતા નગરપાલિકા અધિનિયમ હેઠળ વર્ષ 2021માં પાંચ વર્ષ માટે ચૂંટાયેલા તમામ જનપ્રતિનિધીઓ આપોઆપ બરખાસ્ત થઈ જશે. તેમને વર્ષ જાન્યુઆરી- 2026 સુધી પ્રજાએ ચૂંટયા હતા. જો કે, પ્રસ્તાવિત 9 શહેરોમાં GMC એક્ટનો અમલ ક્યારે થશે તે અંગે તેને લઈને હાલ કોઈ સમયમર્યાદા નક્કી નથી. પરંતુ, ઓક્ટોબર કે નવેમ્બરમાં 75 નગરપાલિકાઓની સાથે જ નવા નવ મ્યુ.કોર્પોરેશનની ચૂંટણીઓ યોજાઈ શકે છે. કારણ કે, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટર્મ પણ આ જ સમયકાળમાં પૂર્ણ થઈ રહી છે. એથી, જ્યાં પાલિકામાંથી મ્યુ. કોર્પોરેશન અસ્તિત્વમાં આવનાર છે ત્યાં વર્તમાનમાં ચૂંટાયેલા જનપ્રતિનધિઓને દોઢેક વર્ષ પહેલા જ ઘરે બેસવુ પડશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સોમવારે નગરપાલિકાઓના પ્રશ્નો, પ્રસ્તાવિત નવા મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ આવનારી ચૂંટણીઓના ઉપલક્ષ્‍યમાં બેઠક મળી હતી. બેઠકમાં શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેમા મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકા એમ બંને એકમોમાં મહેકમની ભરતી માટે પંચાયત સેવા પસંદગી બોર્ડની તર્જ ઉપર મ્યુનિસિપલ સર્વિસ સિલેક્શન બોર્ડની રચના કરવા પ્રેઝન્ટેશન કરાયુ હતુ. બેઠકમાં પાલિકાઓની આર્થિક સ્થિતિ, વેરા વસૂલાત, મિલકતોના નવિનીકરણ, વેચાણ કે હરાજીથી આવકના સ્ત્રોત ખોલવા અને કર્મચારીઓના પગાર, પ્રમોશન અને બદલી જેવા રિફોર્મ અંગે વિચારણા હાથ ધરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com