રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અગામી 48 કલાકમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સાથે નદીઓમાં પૂર આવવાની આગાહી કરી છે. એટલું જ નહીં અમદાવાદના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, અગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત માટે ભારે છે અને નદીઓમાં પુરની આવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના આહવા, વલસાડ, ડાંગમાં ભારેથી અતિભારે વરસાદ થવાથી પુરનું જોખમ રહેલું છે. સુરેન્દ્રનગરમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત અગામી 48 કલાકમાં અમદાવાદના લાંભા, નારોલ, સરખેજ, બાવળા, સાણંદના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે
દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત બોટાદ, ભાવનગર, રાજકોટ, હળવદના ભાગો કેટલાક ધ્રાંગધ્રાના ભાગો, સુરેન્દ્રનગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. તો થાન, ચોટીલા, લીમડી, જસદણ, વીંછીયાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.
અમદાવાદના ભાગોમાં અગામી 48 કલાક માટે ભારે વરસાદની આગાહી કરી છે અને ધ્યાન રાખવાની જરૂર છે. આગામી 48 કલાક અમદાવાદના સરખેજથી માંડીને બાવળાના વિસ્તારથી માંડીને રોડ પરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.