વાડામાં કામ કરતી 72 વર્ષીય વૃધ્ધા પર 48 વર્ષીય યુવાને દુષ્કર્મ આચર્યું

Spread the love

ભરૂચ તાલુકાના એક ગામમાં 72 વર્ષે વૃદ્ધા સાથે દુષ્કર્મ આચારનાર આરોપીની તાલુકા પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ તાલુકામાં આવેલાં એક ગામમાં રહેતી 72 વર્ષની વૃદ્ધા તેના પુત્ર અને તેના પરિવાર સાથે રહેતી હતી.તેમના પુત્ર તેમજ પરિવારના અન્ય સભ્યો રોજગાર અર્થે બહાર ગયાં હતાં.

જ્યારે બાળકો શાળાએ ગયાં હતાં.વૃદ્ધા ઘરે એકલી હતી અને ઘરમાં કામ કરી રહી હતી. તે વેળાં અન્ય એક ગામમાં રહેતો 48 વર્ષીય અર્જુન વસાવા તેમના ઘરમાં ઘુસી આવ્યો હતો. વૃદ્ધા વાડામાં કામ કરી રહી હતી. ત્યારે તેને બળજબરીથી પકડી ઘરમાં ખેંચી ગયો હતો. અને તેમની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ તે ત્યાંથી ભાગી ગયો હતો.

અરસામાં વૃદ્ધાને દુષ્કર્મના કારણે તબિતય લથડતાં તેમને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બનાવને પગલે વૃદ્ધાની ફરિયાદના આધારે ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી દુષ્કર્મ આચરનાર અર્જુન વસાવાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *