રાજસ્થાનના અલવર જિલ્લાલમાં એક પરિણીતા અને બે બાળકોની માતા તેના દિયર સાથે પ્રેમમાં પડીને ઘરેથી ફરાર થઈ ગઈ હતી. ઘટનાની ખબર પડતાં જ મહિલાના ભાઈએ તેની બહેન અને તેના પ્રેમીને શોધી કાઢ્યા હતા અને યુવકને બરહેમીથી ફટકાર્યો હતો. જેના કારણે યુવકની હાલત ગંભીર થઈ હતી અને અલવર ખસેડવામાં આવ્યો હતો. પોલીસે યુવક સાથે મારપીટ કરનારા 7 આરોપીની ધરપકડ કરી છે.મહિલા જેની સાથે ભાગી તે તેના પતિનો માસીયાઈ ભાઈ છે.
બે બાળકોની માતા તેના કરતાં પાંચ વર્ષ નાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. બંને અનેક વખત એકાંતની પળો માણી ચૂક્યા હતા. પરિવારના સભ્યોએ પરિણીત મહિલા અને તેના પ્રેમીને MIA પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડી લીધા હતા. પરિણીતાના ભાઈએ ગોવિંદગઢ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે જણાવ્યું કે પરિણીત મહિલાના ભાઈએ 13 જુલાઈના રોજ કેસ નોંધાવ્યો હતો. મહિલાના પરિવારજનો મહિલાને વિવિધ સ્થળોએ શોધતા અલવરના MIA પોલીસ સ્ટેશન વિસ્તારમાં પહોંચ્યા જ્યાં મહિલા અને તેનો પ્રેમી એક સાથે મળી આવ્યા હતા. પરિવારજનોએ પ્રેમી યુવક અને પરિણીત યુવતીને પકડીને પોતાની સાથે લઈ ગયા હતા. આ પછી, તેઓએ તિલવાડ ગામ નજીક રસ્તામાં યુવક પર નિર્દયતાથી હુમલો કર્યો, જ્યારે પોલીસને આ અંગેની માહિતી મળી, ત્યારે ગોવિંદગઢ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને યુવકને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગોવિંદગઢ લઈ ગઈ, જ્યાંથી તેને અલવર રિફર કરવામાં આવ્યો. શાંતિ ભંગ કરવા બદલ પોલીસ દ્વારા હુમલો કરનાર 7 યુવકોની ધરપકડ કરવામાં આવી છે. ઘાયલ યુવકની ઓળખ 23 વર્ષીય બળવંત સિંહ તરીકે થઈ છે.
પોલીસે જણાવ્યું કે પરિણીત મહિલા અને યુવક થોડા દિવસો પહેલા નાગલી ગામમાં યોજાયેલા લગ્નમાં મળ્યા હતા. ત્યાંથી બંને વચ્ચે મિત્રતા થઈ જે ધીરે ધીરે પ્રેમમાં બદલાઈ ગઈ. યુવક પરિણીત મહિલાનો માસીયાઈ દીયર હોવાનું જણાય છે, 13 જુલાઈના રોજ બંને એકસાથે ઘરેથી ભાગી ગયા હતા.
પોલીસ હેડ કોન્સ્ટેબલ રમેશ મીણાએ જણાવ્યું કે સવારે ફોન પર માહિતી મળી કે 8-10 લોકો એક યુવક બળવંત સિંહને માર મારી રહ્યા છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને યુવક બળવંતને બચાવ્યો અને તેને તાત્કાલિક સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ગોવિંદગઢમાં સારવાર માટે દાખલ કર્યો, જ્યાંથી તેને અલવર રિફર કરવામાં આવ્યો. આ ઘટનામાં લગભગ 7 થી 8 લોકોની શાંતિ ભંગ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.