‘પ્રેમનું ભૂત ચઢ્યું’ આ કહેવત દસ બાળકોના પિતા અને છ બાળકોની માતા પર એકદમ ફિટ બેઠે છે. હકીકતમાં ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાં પુત્રના લગ્ન પહેલા દસ બાળકોનો બાપ (વરરાજાનો પિતા) નું દિલ પોતાની વેવાણ છ બાળકોની માતા (કન્યાની માતા) પર આવી ગયું. બાળકોની વિદાય પહેલા બંને ફરાર થઈ ગયા હતા. યુવતીના પિતાની ફરિયાદના આધારે પોલીસે આ દસ બાળકોના વેવાઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ કાઢી શોધખોળ શરૂ કરી છે.
કાસગંજના સીઓ વિજય કુમાર રાણા પ્રમાણે ડુંડવારા નિવાસી પપ્પૂએ 8 જૂને પોતાની પત્ની લાપતા થવાની માહિતી પોલીસને આપી હતી. તેની ગુમ થવાની ફરિયાદ પોલીસે નોંધી છે. પપ્પૂએ 11 જુલાઈએ ફરી અરજી આપી આરોપ લગાવ્યો કે જિલ્લાના ગણેશપુર નિવાસી શકીલ પત્નીને ભગાવી લઈ ગયો છે. સીઓનું કહેવું છે કે હવે એફઆઈઆર લખી તપાસ ચાલી રહી છે.
હકીકતમાં આ ઘટના કાસગંજ જિલ્લાના ગામ ગંજડુંડવારાની છે. જ્યાં બે મહિના પહેલા બે પરિવારોએ પોતાના પુત્ર-પુત્રીના લગ્ન નક્કી કર્યાં હતા. યુવતીના પિતા પપ્પૂએ પોલીસને જણાવ્યું કે તેની પુત્રીનો સંબંધ આરોપી શકીલના પુત્ર સાથે નક્કી થયો હતો. સંબંધ નક્કી થયા બાદ તેની પત્ની અને આરોપી શકીલ વચ્ચે વાતચીત થવા લાગી. બંનેમાં ક્યારે પ્રેમ થઈ ગયો, ખબર પડી નહીં. બાળકોના લગ્ન થાય તે પહેલા વેવાય શકીલ
ઘણી તપાસ બાદ પણ પત્ની વિશે જાણકારી મળી નહીં. પપ્પૂએ પોલીસને વિનંતી કરી કે મારી પત્નીને પરત લાવો. પોલીસે એસપીના આદેશ પર આરોપીઓ વિરુદ્ધ રિપોર્ટ દાખલ કર્યો છે. ગુંજડુંડવારા ઈન્સ્પેક્ટર વિનોદ કુમારનું કહેવું છે કે મહિલાને શોધી આરોપીની ધરપકડ કરવામાં આવશે. પોલીસને જાણકારી મળી છે કે પોતાના બાળકોના લગ્ન પહેલા ફરાર થનાર વેવાઈ-વેવાણને ઘણા બાળકો છે. યુવતીની માતા (વેવાણ) ને છ બાળકો છે. આરોપી શકીલ (વેવાઈ) ને 10 બાળકો છે. બંનેને પોલીસ શોધી રહી છે.