`અરે, મારે પાયલ સાથે કોઈ લેવાદેવા જ નથી. મને ખબર નથી કે તારી બહેન ક્યાં છે?,……

Spread the love

નવેમ્બર મહિનાની ઠંડી સાંજ ઉત્તર પ્રદેશના રામપુર મહોલ્લાને આગોશમાં લઈ રહી હતી. તા. 1 નવેમ્બર, 2018. સાંજના પાંચ વાગ્યા હતા. શહેરના જાણીતા વેપારી શાહનવાજ ખાનની બીવી ગઝાલા બેગમ બંગલાની પરસાળમાં બેઠાં હતાં.

ત્યાં જ બાવીસ વર્ષની યુવાન દીકરી પાયલ તૈયાર થઈને બહાર આવીને બોલી, `અમ્મી, હું મારી સહેલી સાથે શોપિંગમાં જાઉં છું. કલાકમાં પાછી આવી જઈશ.’

પાયલનું મૂળ નામ જૈનબ પણ કૉલેજ અને મહોલ્લામાં એ પાયલ નામથી જ ઓળખાતી. ખૂબ સંસ્કારી અને સુંદર છોકરી. એને જોઈને જ નજર લાગી જાય એવી રૂપાળી હતી. એ દિવસે એ શોપિંગનું કહીને ગઈ પછી પાછી જ ન આવી. આખરે શાહનવાજ ખાન ગંજ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને દીકરીના ગુમ થયાની ફરિયાદ લખાવી. ઇન્સપેક્ટર નરેન્દ્ર ત્યાગીએ પાયલની ગુમશુદગીનો કેસ નોંધી ઈન્વેસ્ટિગેશન શરૂ કર્યું.

આ તરફ પાયલના મોટા ભાઈ રાહિલને શંકા ગઈ હતી કે કદાચ જહાંગીરે જ એનું અપહરણ કર્યું હશે. મુંબઈથી પરત આવતા એણે રસ્તામાંથી જ જહાંગીરને ફોન કર્યો, `પાયલ ક્યાં છે? સાચું બોલ!’

`અરે, મારે પાયલ સાથે કોઈ લેવાદેવા જ નથી. મને ખબર નથી કે તારી બહેન ક્યાં છે? હવે મને ફોન કર્યો છે તો અંજામ સારો નહીં આવે.’ જહાંગીરે ધમકી આપીને ફોન કટ કરી નાંખ્યો.

રાહિલ ખાન રામપુર આવીને તરત જ પિતા સાથે પોલીસ સ્ટેશને ગયો. ઈન્સ્પેક્ટર નરેન્દ્ર ત્યાગી બોલ્યા, `અમે પાયલની શોધખોળ કરી રહ્યાં છીએ. એની કૉલ ડિટેઈલ પણ કઢાવી છે. મને એ કહો કે પાયલનું કોઈ અફેર ચાલતું હતું?’

`ફિલહાલ તો નહીં સર !’

`તો પહેલાં ચાલતું હતું એમ જને?’

`હા, સર! અમે એટલે જ તમારી પાસે આવ્યા છીએ. અમને શંકા છે કે જહાંગીરે જ મારી બહેન પાયલનું અપહરણ કર્યું છે.’

સવાલ પુછાતાં જ રાહિલ ખાને માંડીને વાત કરી, `સર, દરઅસલ વાત એમ છે કે મારી બહેન પાયલ જહાંગીરને પ્રેમ કરતી હતી. અમે જહાંગીર વિશે તપાસ કરી. એ મહોલ્લા ગંજમાં રહે છે. મધ્યમવર્ગીય પરિવારનો એક નંબરનો લાલચુ અને માથાફરેલ છે. અમે પાયલને સમજાવી કે આપણું ખાનદાન ખૂબ ઊંચું છે, આર્થિક કે સામાજિક કોઈ રીતે જહાંગીર અને એની શાદી શક્ય નથી, પણ એ એની સાથે જ લગ્ન કરવાની જીદ લઈને બેઠી હતી. પાયલ અમારા ઘરની લાડકી હતી. અમે એને ના ન પાડી શક્યા. માર્ચ, 2016માં પાયલ અને જહાંગીરની સગાઈ કરી નાંખી. અમે નક્કી કર્યું હતું કે જહાંગીર થોડો સરખો કામધંધો કરવા લાગે અને પાયલનું ભણવાનું પૂરું થઈ જાય ત્યારબાદ બે વર્ષ પછી જ લગ્ન કરીશું. બે વર્ષ દરમિયાન પાયલ અને જહાંગીર સાથે ફરતાં હતાં, પણ બે મહિના પહેલાં જહાંગીરના પિતા તાહીર ખાનનો ફોન આવ્યો કે જહાંગીરને પાયલ પસંદ નથી એટલે અમે સગાઈ તોડીએ છીએ. આ સમાચાર અમારા માટે આઘાતજનક હતા. અમે ખૂબ કોશિશ કરી પણ એ ન માન્યા. પાયલે જહાંગીરને કૉલ કરીને પૂછ્યું, એણે પણ ગોળ ગોળ વાત કરીને ફોન કાપી નાંખ્યો. પાછળથી અમને ખબર પડી કે જહાંગીરે એક બહુ મોટા ઘરની પૈસાદાર દીકરીને પ્રેમજાળમાં ફસાવી છે અને પૈસાની લાલચે એ એની સાથે લગ્ન કરવાનો છે. પાયલને આ વાત જાણી ખૂબ દુ:ખ થયું. દિવસભર ઘરમાં રોતી રહેતી હતી એ જહાંગીરને ભૂલી નહોતી શકતી. એ એને ફોન કરતી, વોટ્સ એપ કરતી,

પણ જહાંગીર એને કદી જવાબ નહોતો આપતો. મને શંકા છે કે કદાચ જહાંગીરે જ પાયલનું અપહરણ કરાવ્યું હશે. તમે તપાસ કરો સર! એ શૈતાન માથાફરેલો છે, મારી બહેન સાથે કંઈ પણ કરી શકે છે.’`તમે ફિકર ન કરો! અમે એમના રિમાન્ડ લઈએ છીએ.’ ઈન્સ્પેક્ટર નરેન્દ્ર ત્યાગીએ રાહિલ અને શાહનવાજને આશ્વાસન આપ્યું.

વાતો ચાલતી હતી એ દરમિયાન એક ઈન્સ્પેક્ટર કેટલાંક કાગળો લઈને આવ્યા અને બોલ્યા, `સર, પાયલની કૉલ ડિટેઈલમાં એક નંબર શંકાસ્પદ છે. એ ગાયબ થઈ એ દિવસે સાંજે ચાર વાગ્યે અને પાંચ વાગી ને પાંચ મિનિટે એના પર એ નંબરથી કૉલ આવેલો છે. હાલ એ નંબર બંધ છે.’

`વેરી ગૂડ! કોનો નંબર છે એ તપાસ કરી?’

`સર, કોઈ ઈમરોજનો નંબર છે. એ પણ આ વિસ્તારનો જ રહેવાસી છે.’

`તાત્કાલિક એના ઘરે તપાસ કરો. એને ઉઠાવીને અહીં લઈ આવો.’

ઈન્સ્પેક્ટર નરેન્દ્ર ત્યાગીએ સૂચના આપીને એક ટુકડી ઈમરોજના ઘર તરફ રવાના કરી અને પોતે જહાંગીરના ઘર તરફ ગયા. જહાંગીરના ઘરે એના અબ્બુ તાહીર ખાન હાજર હતા. એમણે કહ્યું, `મારો દીકરો બિઝનેસના કામે બહાર ગયો છે. શાહનવાજ અને પાયલ સાથે અમારો નાતો ખતમ થઈ ગયો છે. અમને નાહકના પરેશાન ન કરો.’ ઈન્સ્પેક્ટર નરેન્દ્ર ત્યાગી ધારત તો એને ત્યાં ને ત્યાં જ સીધો કરી દેત પણ એ જુદી ચાલ ચાલ્યા. તેઓ ચૂપચાપ ત્યાંથી નીકળી ગયા અને તાહીર ખાનના ઘર અને મોબાઈલ નંબરો પર દેખરેખ મૂકી દીધી.

આ તરફ ઈમરોજનું ઘર પણ બંધ હતું. પોલીસને દૃઢ વિશ્વાસ થઈ ગયો હતો કે જહાંગીર અને ઈમરોજ પાયલને લઈને ક્યાંક ભાગી ગયા છે. શાહનવાજની ખૂબ ઉપર સુધી ઓળખાણ હતી. એમણે મીડિયા, રાજકારણ અને પોલીસ બધે જ હોબાળો મચાવી દીધો.

પાયલના ગુમ થઈ જવાનો કેસ ટોક ઓફ ધી ટાઉન બની ગયો. પોલીસ પર માછલાં ધોવાવાં લાગ્યાં, મોટામોટા રાજકારણીઓના કૉલ આવવા લાગ્યા એટલે બરેલી મુરાદાબાદના એ.ડી.જી પ્રેમપ્રકાશે પોલીસને ઠપકો આપી રામપુરના એસ.પી શિવહરિ મીણાને ખાસ નિર્દેશ આપ્યા કે જલદી પાયલની શોધ કરવામાં આવે.

પોલીસ વધારે સચેત બની. પાંચ ટીમો જુદી જુદી દિશામાં કામે લગાડી. આખરે તેમને એક કડી મળી. ઈમરોજના પરિવારને પોલીસે દબોચી લીધો હતો એટલે એનાથી પરેશાન થઈને ઈમરોજ ખુદ એક દિવસ પોલીસ સ્ટેશનમાં હાજર થયો. ઈન્સ્પેક્ટર નરેન્દ્ર ત્યાગીએ કંઈ પણ પૂછ્યા વિના પહેલાં એની હડ્ડી-પસલી ચમકાવી પછી એક ઓરડામાં ડંડો લઈને સામે બેઠા, `બોલ, બેટા! પાયલને ક્યાં છુપાવી છે?’

ઈમરોજ કણસતા અવાજે બોલ્યો, `સાહેબ, મારશો નહીં. બધું જ સાચેસાચું કહું છું. પહેલી નવેમ્બરના દિવસે જહાંગીરે મને કહ્યું હતું કે હું પાયલને ફોન કરું અને કહું કે જહાંગીરને હવે પસ્તાવો થાય છે અને એ તેને મળવા માંગે છે. પાયલ ખુશ થઈ ગઈ. હું પાંચ વાગ્યે સ્કૂટી લઈને એને લેવા ગયો. એને લઈને હું કોસી નદી પાસે આવેલા જહાંગીરના ફાર્મહાઉસ પાસે ગયો અને ત્યાં ઉતારી પાછો આવી ગયો. પછી મને ખબર નથી કે શું થયું? પછી જહાંગીરનો ફોન પણ સ્વીચ ઓફ્ થઈ ગયો. બીજા દિવસે છાપામાં પાયલના ગુમ થવાના સમાચાર વાંચી હું ડરી ગયો અને થોડા દિવસ અંડરગ્રાઉન્ડ થઈ ગયો. આનાથી વધારે હું કંઈ જાણતો નથી સર!

ઈમરોજને પોલીસે પછી પણ ખૂબ માર્યો, પણ એ એની વાત પર અડગ જ રહ્યો. પોલીસ માટે આટલી માહિતી પૂરતી નહોતી. જહાંગીર પાયલને લઈને ક્યાં ગયો? પાયલ જીવતી છે કે નહીં ? એ બધા પ્રશ્નો હજુ ઊભા હતા. બીજી તરફ મીડિયા, રાજકારણ અને અધિકારીઓનું દબાણ વધતું જતું હતું.

જહાંગીર પકડાશે કે નહીં? પાયલ જીવતી હતી કે નહીં? જીવતી હતી તો ક્યાં હતી? એ બધાં રહસ્યો પરથી આવતા અઠવાડિયે પરદો ઊઠી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com