ગુજરાત ATSએ સુરતના ગ્રામ્ય વિસ્તાર પલસાણામાં રેડ કરીને 51 કરોડ રૂપિયાનો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો,3ની ધરપકડ

Spread the love

ગુજરાત ATSએ સુરતના ગ્રામ્ય વિસ્તાર પલસાણામાં રેડ કરીને 51 કરોડ રૂપિયાનો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે. એસ્ટેટના શેડમાં 1 મહિનાથી મેફેડ્રોનનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવતું હતું. ઘટ અને લિક્વિડ ફોર્મમાં મેફેડ્રોન સાથે 3 આરોપીની ATSએ ધરપકડ કરી છે. આરોપીઓએ 1 મહિનામાં 4 કિલો મેફેડ્રોન બનાવીને વેચ્યું હતું. આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવીને ATS લાવવામાં આવશે.

ગુજરાત ATSના 2 પીઆઈ, 5 પીએસઆઈ સહિતની ટીમ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામમાં દર્શન ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં પતરાના શેડમાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન શેડમાંથી 4 કિલો મેફેડ્રોન અને 31.409 કિલો લિક્વિડ મેફેડ્રોનનો જથ્થો કબજે કર્યો હતો. ATSએ 51.409 કરોડના મેફેડ્રોન સાથે સુનીલ યાદવ, વિજય ગજેરા અને હરેશ કોરાટ નામના આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓ જૂનાગઢ, સુરત અને વાપીના રહેવાસી છે.

આરોપીઓ છેલ્લા એક મહિનાથી 20 હજાર રૂપિયાનો ભાડે શેડ રાખીને મેફેડ્રોન ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ કરી રહ્યા હતા. આરોપીઓમાંથી સુનીલ યાદવ રો-મટીરિયલ લાવતો હતો. વિજય ગજેરા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતો, જે રો-મટીરિયલમાંથી મેફેડ્રોન બનાવતો હતો. હરેશ કોરાટ બંને આરોપીઓ સોંપે તે કામ કરતો હતો. આરોપીઓએ છેલ્લા એક મહિનામાં 4 કિલો મેફેડ્રોન તૈયાર કરીને મુંબઈના સલીમ સૈયદને આપ્યો હતો. સલીમ સૈયદને પકડવા ATSની ટીમ રવાના થઈ છે.

ATSના DYSP એસ.એલ ચૌધરીએ જણાવ્યું હતું કે, રેડ દરમિયાન 3 આરોપીઓ ઝડપી પડ્યા હતા. આરોપીઓ એક મહિનાથી મેફેડ્રોન બનાવતા હતા. આરોપીઓએ 4 કિલો મુંબઈના શખ્સને આપ્યું હતું. જેનો શેડ ભાડે રાખ્યો હતો તે માલિકની પણ પૂછપરછ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com