સોશિયલ મીડિયા અને ફિલ્મો, ટીવી સિરિયલો કિશોરોને કેવી રીતે અસર કરે છે તેના કિસ્સાઓ વારંવાર નોંધવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં, માતાપિતાની પરિસ્થિતિ અસહ્ય હોય છે. વડોદરામાં આવા જ અન્ય એક કિસ્સામાં, એક વિધવા માતાએ ભાગી ગયેલી તેની 16 વર્ષની પુત્રીને ઘરે લાવવા માટે અભયમ પાસે મદદ માંગી હતી.
પોતાના 32 વર્ષના બોયફ્રેન્ડના પ્રેમમાં ડૂબેલી 16 વર્ષની સગીરાએ તેના ભણતરમાં પણ ધ્યાન આપતી નથી અને લગ્ન કરવા માટે તલપાપડ છે.
પિતાનું રક્ષણ ગુમાવનાર સગીરને તેની માતા અને ભાઈની જવાબદારી સોંપવામાં આવી છે. પરંતુ જવાબદારી નિભાવવાને બદલે તે પ્રેમમાં પાગલ થઈ ગઈ છે.
માતાએ અભયમ પાસે મદદ માંગી અને કહ્યું કે, મારી પુત્રી મારા નાના પુત્રને તવેથાના ડામ આપીને ત્રાસ આપી રહી છે. કરિયર બનાવવા માટે તેની હજુ ઉંમર છે. પરંતુ તે લગ્ન કરવા પર અડગ છે અને મને હેરાન પણ કરી રહી છે. તે વારંવાર ઘરમાંથી પૈસા ચોરીને તેના બોયફ્રેન્ડને આપી રહી છે.
અભયમની ટીમે સગીરાનું કાઉન્સેલિંગ કર્યું અને તેણીને તેના બોયફ્રેન્ડને જે કાનૂની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તે સમજાવ્યું. સગીરાને તેની જવાબદારીનો અહેસાસ કરાવતા તેણે પોતાની ભૂલ સ્વીકારી પરિવારનું ધ્યાન રાખવાની લેખિત ખાતરી આપી હતી.