મધ્યપ્રદેશના પ્રખ્યાત IAS ઓફિસર નિયાઝ ખાને મૌલવી અને મદરસા સિસ્ટમ પર સવાલ ઉઠાવ્યા છે. આ વખતે તેણે ઝડપથી વધી રહેલી મુસ્લિમ વસ્તીને નિશાન બનાવી છે. IAS ઓફિસર નિયાઝ ખાન અવારનવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનો અને પોસ્ટ્સને કારણે સમાચારમાં છવાયેલા રહે છે. ફરી એકવાર નિયાઝ ખાન X પર તેની પોસ્ટ માટે હેડલાઇન્સમાં છવાયેલા છે. હકીકતમાં IAS ઓફિસર નિયાઝ ખાને મુસ્લિમ વસ્તી પર સવાલ ઉઠાવ્યા છે.
તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, વિશ્વમાં જે રીતે મુસ્લિમોની વસ્તી વધી રહી છે તેનાથી મોટી સમસ્યા સર્જાઈ રહી છે. આફ્રિકામાં તો દસ-દસ બાળકોનો જન્મ થઈ રહ્યો છે. આપણા દેશમાં પણ નીચલા વર્ગમાં આવી જ સ્થિતિ છે. નિયાઝ ખાને મૌલવી-મદરેસાઓના શિક્ષણ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, આના કારણે મુસ્લિમો તાર્કિક રીતે વિચારી શકતા નથી. માત્ર યોગ્ય શિક્ષણ જ તેને નિયંત્રિત કરી શકે છે.
આ પહેલીવાર નથી જ્યારે IAS નિયાઝ ખાને આ પ્રકારનું ટ્વીટ કે નિવેદન આપ્યું હોય. આ પહેલા પણ તેમણે MPમાં ચાલી રહેલા ધર્માંતરણ વિવાદ પર મુસ્લિમોને સલાહ આપી હતી. તેમણે મુસ્લિમોને ગાયો પાળવાની અપીલ કરી હતી અને શાકાહારી બનવા કહ્યું હતું. તેણે એમ પણ કહ્યું હતું કે, તમારે કોઈને પણ ધર્મ બદલવા માટે દબાણ ન કરવું જોઈએ.
તાજેતરમાં તેમણે બ્રાહ્મણોના ઈતિહાસ પર પુસ્તક લખીને ભારે ચર્ચા જગાવી છે. નિયાઝ ખાને અત્યાર સુધીમાં આઠ નવલકથાઓ પ્રકાશિત કરી છે. તાજેતરમાં જ રિલીઝ થયેલ તેમના પુસ્તક ‘બ્રાહ્મણ ધ ગ્રેટ’એ ઘણી હેડલાઈન્સ બનાવી છે. આમાં તેમણે લખ્યું છે કે, બ્રાહ્મણો સુપર બ્રેઈન ધરાવે છે, તેમણે કહ્યું કે, જો બ્રાહ્મણોને દરેક ક્ષેત્રમાં બૌદ્ધિક નેતૃત્વ આપવામાં આવે અને સલાહકાર બનાવવામાં આવે તો દેશની અંદર સ્થિતિ સુધરી શકે છે. ક્રાંતિકારી પરિવર્તન આવી શકે છે. નિયાઝ ખાને ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની રિલીઝ વખતે એક વિવાદાસ્પદ ટ્વીટ કર્યું હતું. આ પછી સરકારે તેમને કારણ બતાવો નોટિસ મોકલી આપી હતી. હવે તેણે પોતાના ટ્વિટર બાયોમાંથી IAS પણ હટાવી દીધું છે.