એન્ટીવાઇરસ ક્રાઉડસ્ટ્રાઇકના અપડેટથી માઇક્રોસોફ્ટની ક્લાઉડ સર્વિસમાં મુશ્કેલી, દુનિયા થઈ અસ્ત વ્યસ્ત….

Spread the love

એન્ટીવાઇરસ ક્રાઉડસ્ટ્રાઇકના અપડેટથી માઇક્રોસોફ્ટની ક્લાઉડ સર્વિસમાં શુક્રવારે મુશ્કેલી આવી ગઈ. એના કારણે દુનિયાભરમાં એરલાઇન્સ, ટીવી ટેલિકાસ્ટ, બેકિંગ અને અનેક કોર્પોરેટ કંપનીઓનાં કામકાજ પર અસર પડી છે. અમેરિકા, બ્રિટન અને ભારત જેવા અનેક દેશમાં 1400થી વધારે ફ્લાઇટ્સ કેન્સલ થઈ ગઈ છે. ત્યાં જ 3 હજાર વિમાનના ઉડાનમાં મોડું થયું છે.

ભારતમાં ચાર એરલાઈન્સ- ઈન્ડિગો, સ્પાઈસજેટ, અકાસા એર અને એર ઈન્ડિયા એક્સપ્રેસે અહેવાલ આપ્યો છે કે તેમની બુકિંગ, ચેક-ઈન અને ફ્લાઈટ અપડેટ સેવાઓ ટેક્નિકલ સમસ્યાને કારણે પ્રભાવિત થઈ છે. એરપોર્ટ પર સર્વિસના અભાવે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

હૈદરાબાદ અને બેંગલુરુની મોટા ભાગની કોર્પોરેટ કંપનીઓમાં

વાઇરસ એટેકની વાત કહેવામાં આવી રહી છે. સિસ્ટમ બ્લૂ

સ્ક્રીનમાં આવ્યા પછી રી-સ્ટાર્ટ થઈ રહી છે. હૈદરાબાદમાં

ઘણી કંપનીઓમાં કર્મચારીઓને 2 કલાક સુધી સિસ્ટમ ઓફ

કરવા માટે કહેવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com