GJ-18 ખાતે નાગરિક કો-ઓપરેટીવ બેંક પછી ચલો, ઘ ગાંધીનગર અર્બન કો ઓપરેટિવ બેન્ક કી ચલે કી ઑર, જેવો ઘાટ સર્જાયો છે, ત્યારે 48 જેટલા ફોર્મ ચપોચપ, ખટાક-ખટ વેચાઈ ગયા છે, જેમાં ઘણા ઉમેદવારો ભાજપ પ્રેરિત તથા ઘણા કોંગ્રેસ પ્રેરિત છે, નાગરિક બેંકમાં પણ કોંગ્રેસ ભાજપનું સેટિંગ ડોટ કોમ હતું, હવે આ બેંકમાં પણ જે ફોર્મ ભરાયા છે તેમાં ભાજપ- કોંગ્રેસ દેખાઈ રહ્યું છે ,ચૂંટણી લડવા ફોર્મ તો વેચાઈ ગયા અને ભરીને આપી પણ ગયા છે, જ્યારે કયા બળીયાઓનું ફોર્મ રદ થાય છે ,જે નડતરરૂપ હોય તેને પડતર કરી દો,
વેપારીઓને હવે ચૂંટણીનો ચસ્કો ચડ્યો છે, ગઈકાલે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી, ત્યાં સુધીમાં 48 ફોર્મ મળ્યા છે, હવે રદ કેટલા થાય છે, તથા કયા ગ્રુપે પોતે ભર્યા છે, તે ત્રણ દિવસ બાદ ખબર પડી જશે, ત્યારે ઘરના હોમ મિનિસ્ટર, પુત્ર થી લઈને સગાઓના ફોર્મ ભરાતા અને મિત્ર વર્તુળમાં ગ્રુપમાં ભરાતા ચર્ચાનો વિષય બન્યો છે, વેપારીઓમાં ફોર્મ પાછા ખેંચવામાં અથવા પોતાના મામકાઓને રાખવા ત તખતો તૈયાર કરી દીધો છે, હા, પણ જે કો ઓપરેટિવ બેંક છે, તેમાં નાગરિકો ઓપરેટિવ બેંક હોય કે અર્બન, ADC, પણ આજ દિન સુધી બેંક ને આંચ નથી આવી ,જે વહીવટદારોને આભારી છે,
બોક્સ
ત્રણ દિવસમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે, કયા ઉમેદવારો ડીલીટ અને કયા ફોર્મમાં સિલેક્ટ, ત્યારે વેપારીઓએ જોશ તો ચૂંટણી લડવા બતાવ્યું છે, પણ દબાણ આવતા ટટુ ના બની જાય તે પણ એક પ્રશ્નાર્થ છે, બાકી કોંગ્રેસ -ભાજપના હોદ્દેદારોએ પણ ફોર્મ ભર્યા છે.