અશરફે આ અપલોડ કરેલ વીડીયો તેણે પાંચ-છ દિવસ પહેલા રાજસ્થાન અજમેરમાં દારૂના ઠેકા પર જઇ શૂટ કર્યો હતો
અમદાવાદ
અશરફ દ્વારા બનાવેલી વિડિયો રીલમા બે નંબરના કામ કરવાની વાત કરતો સાંભળવા મળે છે.આ બાબતે વાયરલ વિડીયોની ખરાઇ કરતા આ વિડીયો અશરફ ઉર્ફે બાપુ અજીજખાન પઠાણ રહે:- ખેતરશાબાવાના છાપરા, ડી-૩૧ દવાખાનાની બાજુમા, મરીયમબીબીની ચાલી, ગોમતીપુર, અમદાવાદ એ વાયરલ કરેલ હોવાનુ જણાઇ આવતા તેને ગોમતીપુરથી પકડી પાડી પુછપરછ કરવામા આવેલ ત્યારે અશરફે આ અપલોડ કરેલ વીડીયો તેણે પાંચ-છ દિવસ પહેલા રાજસ્થાન ગયેલ ત્યારે રાજસ્થાન અજમેરમાં દારૂના ઠેકા પર જઇ શૂટ કરેલ હોવાની હકિકત જણાવેલ. જો કે વાયરલ વીડીયોનો સંદેશ ખોટો જતો હોવાના કારણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વિડીયો બનાવનાર અશરફ ઉર્ફે બાપુ વિરૂધ્ધમાં ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૨૯૨ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
વિડિયો વાયરલ કરનાર અશરફ ઉર્ફે બાપુ તા:- ૧૨/૦૯/૨૦૨૨ થી અમદાવાદ શહેર તથા અમદાવાદ જીલ્લાની હદ વિસ્તારમાંથી બે વર્ષ માટે તડીપાર હોય કરેલ અશરફ ઉર્ફે બાપુ વિરૂધ્ધ જી.પી.એકટ ૧૪૨ મુજબ કાર્યવાહી કરી ગોમતીપુર પોલીસ સ્ટેશને સોંપવામાં આવેલ છે.
ગુજરાત રાજ્યમા દારૂબંધી હોય આવા ઉશ્કેરણી જનક વિડીયો બનાવવા કે વિડીયો વાયરલ કરનારની વિરૂધ્ધમા કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.
આરોપીનો ગુનાહિત ઇતિહાસ
પ્રોહીબીશન એકટ હેઠળના કેસ-૦૮ શરીર સંબંધ ગુના:- ૦૧ જી.પી.એકટ ૧૪૨ હેઠળના કેસ:-૧૬ પાસા અટકાયત:-૦૧ પ્રોહી ૯૩ :- ૦૧